________________
૧. મારું આ નિવેદન સકલ શ્રીસધને ઉદ્દેશીને છે; એ વાત મારે શરૂઆતમાં જ કરવી જોઈએ. હુ· માત્ર એક તિથિમાં માનનારા સ`ઘને કે એ તિથિમાં માનનારા સઘને ઉદ્દેશીને આ બધું કહેતા નથી. પણ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છીય સકલ સૌંઘ પ્રતિ મારે આ નિવેદન નમ્ર ભાવે કરવું છે.
૨. સામાન્ય રીતે મારા માટે સત્ર એવી છાપ પ્રવર્તે છે કે હુ એ તિથિ પક્ષના છું અને તેમાંય પૂ. આચાય શ્રી વિજયરામચ`દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબના અનન્ય અને કટ્ટર ભક્ત છુ.” મારા ભૂતકાળ જોતાં આ વાતમાં કાંઈ ખાટુ' પણ નથી. મેં મારી જિન્દગીના ચાલીસ ચાલીસ વર્ષ તેઓશ્રીની ગુરુભાવે સેવા કરવામાં વીતાવ્યા છે, એમાં એ મત નથી. પણ એ સાથે જ મારે કહેવુ જોઇએ કે આ રીતે ગુરુપદે તેઓશ્રીને સ્વીકારવા પાછળ મારા આશય માત્ર ધર્મ આરાધનાના જ હતા. તેઓશ્રીના ટંકશાળી ધર્માંપદેશે જ મારામાં ધર્મની ભૂખ જગાડી હતી અને જેમ જેમ ધમ આરાધનાની ને શાસન–સેવા માટે કઈ કરી છૂટવાની ધગશ હોંશ જાગતી ને વધતી ગઈ તેમ તેમ તેમના સહજ જ સમાગમ વધતા ગયા અને તેમ તેમ લાગતું ગયું કે શાસ્ત્ર-સિદ્ધાંત અને શાસન પ્રત્યે એમના જેવી વફાદારી અને શાસ્ત્ર-સિદ્ધાંતની રક્ષા કાજેની એમનામાં છે તેવી તત્પરતા અન્યત્ર ક્યાંય નથી. અને આ શ્રદ્ધા એટલી બધી મારામાં દૃઢમૂળ બની ગઈ હતી કે પછી મે' રાતદહા જોયા વિના, તન-મન-ધન-જીવન બધું જ હાડમાં મૂકીને પણ શાસ્ત્રસિદ્ધાંત અને શાસનની રક્ષા ખાતર ને ધર્મ પ્રભાવના કાજે એમના માદર્શન અને ઉપદેશ અનુસાર અથાગ પરિશ્રમ કર્યો છે. શાસન ને શાસ્ત્ર–સિદ્ધાંતની રક્ષાના નામે સઘના આચાર્યાદિ મુનિરાજે તેમ જ અનેક ગૃહસ્થા વગેરે સાથે અઝૂમવામાં પાછી પાની નથી કરી. અને આમ કરવામાં મેં હંમેશાં ધર્મબુદ્ધિ જ આગળ રાખી છે, પક્ષભાવનાને ક્યાંય મહત્ત્વ નથી આપ્યું', એમ હુ· પ્રામાણિકપણે કહી શકું' તેમ છું, જો કે મારી પ્રવૃત્તિ પક્ષ અને વ્યક્તિના અનૂની રાગવાળી હતી એમ, મારી કારકિર્દી શ્વેતાં સૌને લાગે, અને તે સાવ સ્વાભાવિક પણ છે; કેમ કે મારી તમામ પ્રવૃત્તિએના મૂળ પ્રેરક સ્રોત તેા આચાર્ય શ્રી વિજયરામચ’દ્રસૂરિજી મહારાજ સાહેબ જ હતા. એમાં તે કાઇ ફેર નથી. આમ છતાં, એમણે પ્રેરેલી કે ન પ્રેરેલી કોઈપણ પ્રવૃત્તિ મે કરી ૬ / સંચમરક્ષા અંગે મારી મનેાવ્યથા