________________
તે આપના હાથે જ સાચી સાધુતાને નાશ થશે છે અને જેમને ખાત્રી થઈ ગઈ છે. આપની વાત ઉપર તેમને વિશ્વાસ ઉઠી ગયેલ છે. જગત સમક્ષ સત્ય હકીક્ત જાહેર થશે ત્યારે આપની ઉપર વિશ્વાસ ખતમ થઈ જશે.
અમને બધી ખબર પડી જવાથી, કોઈ અઘટીત બનાવ ન બને તે માટે રાજકોટનું પ્રકરણ બન્યા પહેલાં, આપને વિનંતી પત્ર લખેલ છે. આપ ૫-૭ ચારિત્ર સંપન્ન મહાત્માઓ સાથે લઈ સુરેન્દ્રનગર સ્થિરવાસ કરવા પધારે. આપનો અમારા ઉપર મહાન ઉપકાર છે, તેનું ઋણું અદા કરવા અને લાભ આપે-તેવી વિનંતી એટલાજ માટે કરી હતી કે હવે કાવાદાવા કરી પાપેને ઢાંકવા પ્રયત્ન કરશે તે તેમાં આપ કદી ફાવશે નહીં. કારણ હવે અશુભને ઉદય શરૂ થયો છે તેવી ખાત્રી થવાથી મારી ફરજ બજાવી. પરંતુ આપે મારી વાત- ઉપર ધ્યાન ન આપ્યું. ભાવિભાવ હજુ શાસ્ત્રષ્ટિએ વિચાર નહીં કરે પરિણામ કેવું આવશે તે તે જ્ઞાની ભગવતે જાણે. હવે પ્રતિષ્ઠા નાશ ન પામે તે માટે સત્યને આશરે શાસ્ત્રને આંખ સામે રાખી લેશે, તેમાં આપનું તથા સકલ સંઘનું હિત સમાયેલું છે.
અમારી પ્રવૃત્તિથી આપને આનંદ થ જોઈએ કે મારો ખરે ભગત મને. પાપના કાર્યમાં સહાય કરે નહીં, પરંતુ પાપથી પાછા વાળવા માટે પ્રયત્ન કરે. તેમજ અસત્યને કદી ટેકે આપે નહીં. આ સુંદર વિચાર આવશે તે સાધુતાની પવિત્રતાને બચાવી લેવાના વિચારે આવશે. પરંતુ મિથ્યાત્વના ઉદયથી મમત અને કદાગ્રહ વધતો જશે તે આપના જ હાથે સાચી સાધુતાને નાશ થશે, તેમાં જરા પણ શંકા નથી. એ જ વિનંતી. મારી વેદના હજુ હવે પછી.
લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮-વાર વંદના સ્વીકારશોજી.
વિભાગ પહેલે / ર૩