________________
અમે ભગવાનના શાસનમાં હતા કે અસંયમના...
ભગવાનને સાધુ ભગવાનના શાસનને વફાદાર રહી શુદ્ધ સંયમની આરાધના ન કરે, તે ભગવાનને સાધુ નથી પણ જૈન શાસનને લૂંટારે છે–તેમ આપે કહેલ છે. તે ઉપરથી, જૈન શાસનમાં જ્યાં જ્યાં ગુરુતત્વની ખામી લાગી ત્યાં, લોકે ન છેતરાય તે માટે શક્ય પ્રયત્ન કર્યા છે તેવી જ સ્થિતિ આપને ત્યાં છે તેવી પાકી ખાત્રી થવાથી આપને પણ છોડી દીધા છે.
આપની વાણીથી એટલા પ્રભાવિત થયા હતા કે આપ સિવાય જગતમાં કઈ મહાપુરુષ નથી, આપના સિવાય ધર્મનો માર્ગ કેઈ સાચવી શકે તેમ નથી, એટલે જ અમેએ શક્ય હોય તે મુજબ તન, મન, ધનથી કાર્યો કરી, અનેક પાસે કરાવી, શાસનપ્રભાવનાના કાર્યો થયા તેમાં અમારા જીવનની સાર્થકતા માનતા હતા અને તેથી અનુમોદનાને ખૂબ આનંદ થતો હતો. પરંતુ રાજકોટ પ્રકરણ પહેલાં, બે માસ અગાઉથી, આપની પાસે રહેલા ઘણું સાધુઓની સ્થિતિ તેમજ તેમાં આપને પુરે સહકાર જાણી ઘણી ચિંતા થતી હતી. ત્યારબાદ રાજકેટનું પ્રકરણ જે બન્યું અને તેમાંની જે જે વાત સાંભળી, તેમાં આપે સંચમીઓને ત્રાસ અને અસંચમીઓને ટેકે આગે અનીતિ, અન્યાય, કાવાદાવા કરી પોપેને ઢાંકવા પ્રયત્ન કર્યો, તે જેવાથી આપના વચન ઉપર વિશ્વાસ ઊડી ગો અને સત્ય શું છે તે શોધવા માટે પ્રયતને કર્યા અને તેમાંથી આપને ભૂતકાળને ઈતિહાસ સાંભળવા મળે, તેથી ખાત્રી થઈ કે સંચમની આપને કેઈ કીંમત નથી. આપની પાસે અત્યાર સુધીમાં જે બાલદીક્ષાઓ થઈ અને જે સાધુઓ આપની પાસે રહ્યા તેમાંથી એક પણ સાધુએ ભગવાનના માર્ગને વફાદાર રહી જીવનને સુંદર બનાવ્યું હોય તે એક પણ દાખલ મળશે નહીં, તે જ તેને મહાન પુરા છે. '
આપની પાસે રહેલા ઘણુ સાધુઓની સ્થિતિ : અસંયમી જીવન અને તેમાં આપને પુરતો સહકાર ને આપને ભૂતકાળને ઈતિહાસ સાંભળી આઘાતને કઈ પાર નથી. અમે ભગવાનના શાસનમાં હતા કે અસંચમના શાસનમાં તેને વિચાર કરતાં કંપારી છૂટે છે. ભગવાન
વિભાગ પહેલો | ૭