SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ તમારા દરેકની છાતી એટલી કઠોર કે.. કેટલું નીચું જોવું પડશે તે વિચારતાં કપારી છૂટે છે. જે તમારામાં ધર્મ પ્રત્યેની જ શ્રદ્ધા હેત તે ભૂલને બચાવ ન કરતાં. સુધારવામાં જ ગૌરવ છે. જ્યારે નાના નાના બાળકોની દીક્ષા થતી ત્યારે હૈયુ નાચી ઉઠતું કે શું જૈન શાસનની બલિહારી છે. અને લેકે અનુમોદના કરતાં થાકતા નહીં. તેમજ તેમના વડીલોએ તથા સંએ મીંચીને કાંકરાની માફક પૈસા ખરચી લાભ લીધે છે. પરંતુ તમારી બધાની પાપ-પ્રવૃત્તિ જેમ જેમ લે કોના ખ્યાલમાં આવશે ત્યારે તમારી સાધુ જેટલો તો નહીં પણ એક સામાન્ય માણસ જેટલી પણ કી મત રહેશે નહીં. પૂજ્યશ્રીના એક વિશ્વાસુ શ્રાવક તરીકે આપને વિન તીપૂર્વક લખું છું કે અત્યાર સુધી ભલે ભુલ્યા, પણ હવે જીવન જે રીતે જીવ્યા તે રીતે જીવવુ નથી. બાજી હાથમાં છે. પણ અત્યાર સુધી જે રીતે સુખને ભોગવટ કર્યો છે તેને લાત મારી કષ્ટ ભેગવવા તૈયાર રહેવું પડશે. તો જ જૈનશાસનની અપૂર્વ પ્રભાવના કરી શકશે.મેં સાંભળેલ છે કે હજુ કરેલા પાપને પસ્તાવો નથી, ઉલટું પાપેને ઢાંકવા સારા આરાધક આત્માઓની નિંદા કરી તમારી જાતને ઊચી ગણવા પ્રયત્ન કરે છે. તે તમારા આત્મા માટે ખતરનાક છે. તમારે પૂજ્યશ્રીનું ગૌરવ વધારવું હોય તે અરાધક આત્માઓને સાથે રાખી સ ધુતાનું ગૌરવ વધે તે માટે પ્રયત્ન કરવા પડશે. જે આરાધક આત્માઓ તમારી પ્રવૃત્તિથી નારાજ થઈ જુદા થશે તો તમારા જીવનમાં એક મોટામાં મોટું કલંક ગણાશે. જે સ્થાનમાં લાખ રૂપિયા મોક્ષમાર્ગની આરાધના માટે ખરચ્યા હતા ત્યાં અંગત સંસાર વધારવાની ક્રિયાઓ થાય તે પૂજ્યશ્રીના સમુદાય માટે પણ માં અગ્નિ પ્રકટ થયો ગણાય. અત્યાર સુધી પૂજ્યશ્રીના સમુદાય માટે કોઈ પણ હલકી વાત કરે તે અમો એક મીનીટમાં મોન કરી ગૌરવપૂર્વક જીવતા પરંતુ તમારી જેમ જેમ વાતો સાંભળીએ છીએ ત્યારે શરમથી માથું નમી જાય છે. ભાવિભાવ. પૂજ્યશ્રીની દેશના સતત સાંભળવા છતાં તમેને અસર થઈ નહીં. પણ જેને સારી વાણું સાંભળવા મળતી નથી તેની સ્થિતિ બગડે તેમાં કોઈ નવાઈ પામવા જેવું નથી. જ્યાં જ્યાં ખરાબી દેખાય છે તેમાં મે ટાભાગે તમારી પ્રવૃત્તિ વધારે જવાબદાર છે. મારા ઉપર ત્રણ પત્રો આવ્યા. તેની કાપી તમને એકલી છે તેમ તેઓ લખે છે. તે તમોએ વાગ્યા હશે. વાંચ્યા પછી કોઈએ દંષબુદ્ધિથી લખ્યા છે તેમ માનશે તે તમારા જીવનમાં કઈ દિવસ સુધારે થશે નહીં. * | વિભાગ બીજો
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy