________________
ધ્યાન દોર્યું તેઓશ્રીના તથા તેઓના આશ્રિત સાધુસમુદાયના સંચમભ્રષ્ટ જીવનને વહેલીતકે વિશુદ્ધ બનાવવા માટે ખૂબ ખૂબ વિનંતીઓ કરી, પરંતુ મારી તે તમામ મહેનત વ્યર્થ ગઈ. મને કોઈ જ પ્રતિભાવ ત્યાંથી ન મળે, ને કશે સુધારે પણ ન થયે; બલકે બગાડે વધતે જ જાય છે; ને તે મારા જેવા ધર્મશ્રદ્ધાળુ ને સાચા સંચમના ચાહક માટે અત્યંત અસહ્ય છે.
૬. આજ દિન સુધી મેં કરેલી ધર્મ આરાધના અને મારી કેળવાયેલી સમજ મુજબની શાસ્ત્રની સેવાની પાછળ, તેમ જ આજે પણ હું જે રીતે ધર્મઆરાધના કરું છું અને શાસનની રક્ષાના મર્મને સમજે છું તે અનુસાર–આપણું સંઘના ચોગક્ષેમને ખરે આધાર આપણા પૂજ્યસાધુ-સાધ્વીગણની સંયમશુદ્ધિ જ છે. આજે આપણે સાધુ– સાબીગણમાં આચારશિથિલતા અને સંયમવિમુખતાને જે પ્રભાવ વધતો જોવા મળે છે તે બહુ જ શોચનીય છે અને મારા જેવા માટે તે અનહદ વ્યથાજનક છે. જૈન-જૈનેતર સમાજ સામે આપણે આપણું સાધુ-સાધ્વીજીને અંગે ઊંચુ મેં રાખી ન શકીએ એવી સ્થિતિ આજે આપણે ત્યાં પ્રવર્તે છે. ને છતાં જાણે કે તે દિશામાં આપણે ત્યાં કેઈનું ય લક્ષ્ય જ નથી જતું કે કેઈને આ બાબતે ચિંતા જ નથી થતી !
મારે આ બાબતે સકલસંઘને, કેઈપણ ભેદભાવ રાખ્યા વિના વિનતિ કરવી છે, પરંતુ મને અંગત રીતે લાગેવળગે છે ત્યાં સુધી એક તિથિ પક્ષના સંઘને તથા પૂજ્યોને આ અંગે વિનતિ કરવાનો અધિકાર હજી માર ન ગણાય. માટે હું અહીં બેતિથિ પક્ષના સંધને તથા પૂજાને હિયાંની વર્ણવી ન શકાય તેવી વ્યથા સાથે વિનતી કરું છું કે આપણે
ત્યાં સંયમશુદ્ધિ ખૂબ ઘટવા માંડી છે. અસંયમ અને અસંયમીઓને પિષણ મળી રહ્યું છે. અસંયમીઓનું શાસન સંયમીઓને પણ માનવું પડે છે. આ બધી સ્થિતિ કેઈપણ રીતે ચોગ્ય નથી. પરમપૂજ્ય પરમગુરુદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞારૂપ અગિયાર કલમને આમાં છડેચોક ભંગ થાય છે અને તેમ કરીને આપણે સૌ સીધી કે આડકતરી રીતે ગુજ્ઞા તથા તે દ્વારા શ્રી જિનાજ્ઞાને ભંગ કરવાનું મહાન પાપ આચરી રહ્યા છીએ, જે આપણને કેઈ રીતે શોભતું નથી. હું આપસૌના ચરણોમાં વારંવાર વિનવણું કરું છું કે હવે વેલાસર
સંયમરક્ષા અંગે મારી મનોવ્યથા | ૯