SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ. ૭૬ ] पूर्वचरोत्तरचरहेतुसमर्थनम् । એ રીતે–અહીં છાયા છે, કારણ કે છત્ર છે વગેરે પ્રાગે પણ અનુમાન જ છે. કારણ કે તેમાં અવ્યભિચારનો નિશ્ચય છે, માટે કારણરૂપ હેતુથી કાર્ય. રૂપ અનુમાન થાય છે, એ સિદ્ધ થયું. સારાંશ છે કે બૌદ્ધ ઉપલબ્ધિ હેતુના સ્વભાવ અને કાર્ય એ બે ભેદ જ માને છે. પરંતુ કારણાદિ ભેદે માનતા નથી સ્વમતની સિદ્ધિ માટે તેઓ કહે છે કે—કાને કારણ સાથે અવિનાભાવ છે પણ કારણને કાર્ય સાથે અવિનાભાવ નથી, કારણ કે-કારણ વિના કાર્ય હોતું નથી પણ કાર્ય વિનાનું કારણ તે હોય છે. માટે કારણને હેતુ તરીકે મનાય નહિ. બૌદ્ધોની આ માન્યતાનું નિરાકરણ કરવાને બે વાત કહેવામાં આવી છે– (૧) દરેક કારણ હેતુરૂપ હોતું નથી પણ જે કારણ નું કાર્યોત્પાદક સામર્થ્ય મણિમન્નઔષધિ વિગેરે પ્રતિબંધક દ્વારા રોકાયું ન હોય અને જેના સમસ્ત સહકારી કારણ વિદ્યમાન હેય. એવું વિશિષ્ટ કારણ જ હેતુ તરીકે માનવામાં આવેલ છે, કારણ કે આવું કારણ હોય તે અવશ્ય કાર્યની ઉત્પત્તિ થાય છે. (૨) બૌદ્ધ પિતે પણ કારણને હેત તરીકે માને છે, એ પણ દાન્ત દ્વારા સમજાવ્યું છે. અંધારી રાત્રે કોઈ કેરી ખાતે હોય છે ત્યારે તેને રૂપનું પ્રત્યક્ષ નથી પણ રસનું પ્રત્યક્ષ છે એટલે તે કેરીના રસથી તે રસને ઉત્પન્ન કરનારી સામગ્રી (પૂર્વકાલીન રસ-રૂપ વિગેરે)નું અનુમાન કરે છે, અહીં ચાખવામાં આવતે રસ કાયરૂપ છે. અને પૂર્વકાલીન રસ-રૂપ વિગેરે કારણરૂપ છે આ કાર્યથી કારણનું અનુમાન થયું. ત્યાર પછી કેરી ખાનાર તે કારણભૂત રૂપાદિ સામગ્રીથી વર્તમાનકાલીન રૂપનું અનુમાન કરે છે. આ કારણથી કાર્યનું અનુમાન છે. આ રીતે બૌદ્ધ સ્વયં કારણથી કાર્યનું અનુમાન કરે છે તે પછી કારણને હેતુ કેમ ન માને? આ પ્રકારને બૌદ્ધો સ્વભાવાનુમાનાન્તર્ગત માને છે પણ તેમ કરવું અનાવશ્યક છે, એમ ઉપર જણાવ્યું છે. ૭૦. (૫૦) અર્થ જૈવિત્યાર પરવાય નૈતરત #ગુમાનિિત ! માવઃ ? बौद्धा हि कार्यात् कारणानुमानं मन्यन्ते, न तु कारणात् कार्यानुमानम् । नन्वेतदपीत्यादि गद्ये प्रतिवन्धशब्देन स्खलनम् । छायेति कार्यभूता ॥७०॥ (टि.) तत्स्वभावेति ! ईदृशरूपान्तरोत्पादस्वभावस्यैव । तज्जननेति ईदृशरसोत्पादनसामर्थ्यस्य । एतदपीति स्वभावानुमानमपि ॥७॥ अथ पूर्वचरोत्तरचरयोः स्वभाव-कार्य-कारणहेत्वनन्तर्भावाद्भेदान्तरत्वं समर्थयन्तेपूर्वचरोत्तरचरयोने स्वभाव कार्यकारणभावौ, तयोः कालव्यवहितावनुप સ્ત્ર+માત ૫૭ ६१ साध्यसाधनयोस्तादात्म्ये सति स्वभावहेतौ, तदुत्पतौ तु कार्ये कारणे वाऽन्तर्भावो विभाव्येत । न चैते स्तः । तादात्म्यं हि समसमयस्य प्रयत्नानन्तरीयकत्व-परिणामित्वादेरुपपन्नम् । तदुत्पत्तिश्चान्योऽन्यमव्यवहितस्यैव धूम-धूमध्वजादेः समधिगता, न तु व्यवहितकालस्य, अतिप्रसक्तेः ॥७१॥
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy