SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ हेत्वाभासः। હવે સપક્ષરહિત વિરુદ્ધના ચાર ભેદ– (૫) પક્ષવિરૂદવાપરા–પક્ષ અને વિપક્ષમાં વ્યાપીને રહેનાર. જેમકે શબ્દ આકાશને વિશેષ ગુણ છે, પ્રમેય હોવાથી. અહીં હેતપક્ષ રૂપ શબ્દ અને વિપક્ષરૂપ રૂપાદિ ગુણોમાં વ્યાપીને રહેલ છે. આ ચારે દાન્તમાં આકાશમાં બીજે કઈ વિશેષ ગુણ ન હોવાથી સપક્ષનો આભાવ છે. (૬) વિપત્તિા –પક્ષ અને વિપક્ષના એકદેશમાં રહેનાર. જેમકે, શબ્દ આકાશને વિશેષ ગુણ છે, પ્રયત્ન કર્યા પછી થતું હોવાથી. અહીં હેતુ પક્ષરૂપ પુરુષાદિના શબ્દમાં છે, જયારે વાયુ આદિના શબ્દમાં નથી. તેવી જ રીતે વિપક્ષરૂપ ઘટાદિમાં છે, પણ વિદ્યુતાદિમાં નથી. (૭) પક્ષ વ્યાપ વિઘાશત્તિ –પક્ષમાં વ્યાપીને રહેનાર અને વિપક્ષના એક દેશમાં રહેનાર. જેમકે શબ્દ આકાશને વિશેષ ગુણ છે, બાદ્રિયથી ગ્રહણ કરવા ચોગ્ય હેવાથી. અહીં હેતુ પક્ષરૂપ શબ્દમાં વ્યાપીને રહેલ છે, જ્યારે વિપક્ષરૂપ રૂપાદિમાં છે પણ સુખાદિમાં નથી. (૮) વિપક્ષ વ્યાપ રદેશવૃત્તિ-વિપક્ષમાં વ્યાપીને રહેનાર અને પક્ષના એક દેશમાં રહેનાર. જેમકે, શબ્દ આકાશને વિશેષ ગુણ છે, પદસ્વરૂપ ન હોવાથી. અહીં હેતુ પક્ષના એક દેશરૂપ અવર્ણાત્મક શબ્દમાં છે, કારણ કે વાયુ આદિથી ઉત્પન્ન થનાર શબ્દ પદરૂપ નથી, જ્યારે વિપક્ષ ભૂત રૂપાદિમાં સર્વત્ર આ હેતુ છે. શંકા– વિરુદ્ધ હેવાભાસના ઉદાહરણ તરીકે જણાવેલ ઉપરોક્ત આઠ ભેદમાં જે ચાર ભેદે પસવ્યાપક છે તે જ વિરુદ્ધ હવાભાસરૂપ છે, પરંતુ બીજા ચાર જે પક્ષેક દેશવૃત્તિરૂપ છે તે વિરુદ્ધ હવાભાસરૂપ નથી, કારણ કે, તે અસિદ્ધ હેત્વાભાસના લક્ષણથી યુક્ત છે. માટે તેને અસિદ્ધમાં સમાવેશ થે જોઈએ. સમાધાન-તમારું ઉપરોક્ત કથન ચગ્ય નથી. કારણ કે, તે ચારે ભેદોમાં ઉભય લક્ષણે ઘટતાં હોવાથી તે ચારે ભેદ ઉભય વ્યવહારના વિષયરૂપ છે. અર્થાત્ અસિદ્ધ હેત્વાભાસરૂપ પણ છે જેમકેતુલા પ્રમાણે અને પ્રમેયરૂપ હોવાથી તેમાં તે બન્નેને વ્યવહાર કરાય છે. અર્થાત તુલા સ્વયં પ્રમેય છે પણ જ્યારે અન્ય પ્રમેયનું માન સિદ્ધ કરે છે ત્યારે પ્રમાણરૂપ છે. (प.) तत्रैवेति आकाशविशेषगुणे शब्दे। तत्रैवेति तत्रैव पक्षे। अयमिति अपदात्मकत्वादित्यय हेतुः । नान्यत्रेति वर्णात्मके। नन्वित्यादि परः । तदसदित्यादि सूरिः । उभयलक्षणोपपन्नत्वेनेति असिद्धविरुद्धलक्षणोपपन्नत्वेन । प्रमाणप्रमेयव्यवहारवदिति यथा तुलोभयव्यवहारभार મતા (ટિ) જાણતત્યાર पक्षविपक्षकेत्यादि । तत्रैवेति आकाशविशेषगुणः शब्दः इत्येवंरूपे । अयमिति प्रयत्नानन्तराख्यो हेतुः ।। विपक्षव्यापक इत्यादि । अथमिति हेतुरपदात्मकाख्यः । अवर्णात्मकेति वावादिसमुद्भवे ध्वनी । नान्यत्रेति न वर्णात्मके देवदत्तादिकृते ।
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy