SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ વિર પરમાત્માના અદશ્ય સ્વરૂપની દય પ્રતીતિ. તેમજ કેટલાક વિચારે અને પુરાવાઓ એવા પણ છે કે જેમાં માણ સનું નબળું જ્ઞાન ડુબી જાય છે અને લાગણી એટલી બધી વિસ્તારવાળી અને ઊંડી હોય છે કે મનુષ્ય અંતઃકરણતેને ધારણ કરી શકતું નથી. આ પણ સાંસરિક અનુભવમાં પણ કોઈકેઈએના પ્રસંગે આવે છે કે, જેમાં કે ઘણાજ લાંબા વખતના ગુમ થઈ ગએલા મિત્ર કે સંબંધીના અચાનક મેળાપથી અને કેઈ આકસ્મિક ભય અથવા મૃત્યુમાંથી સહજ બચી જવાથી જે લાગણી ભરી અસર થાય છે તે અસહ્ય થઈ પડે છે અને તે પરથી લાગણીની અસરને માટે હૃદયની અગ્યતા અને અતિશે ઝડપને ચમકારે સહન કરવાની અશક્તિ માટે સહજ વારમાં પ્રતીતિ થાય છે. મહાન હૃદયવાળા આત્માઓ જે કે માનુર્ષિક વિવેક બુદ્ધિની મર્યાદાની ઘણીજ નજીક હોય છે અને ઘણુજ શ્રેષ્ઠ અને ઉંચા વિચારે તેઓ ધરાવે છે તેમજ તેમનું ડહાપણ ઘણું વખાણવા લાયક હોય છે તે પણ બધા વિચારે લાગણીઓ જે માણસ જાતને માટે સંભવિત છે તે પરમાત્માની શક્તિ સાથે સરખાવતા પિતાની નબળી શક્તિને માટે તેને પ્રતીતિ કરાવે છે અને આ ત્માને ઘણાજ જાગૃત રહેવાને સૂચવે છે. કર્યું હૃદય, કયું અંતઃકરણ પરમાત્માના પ્રતાપને સહન કરવાને શક્તિમાન થશે ? આપણે ખાત્રીપૂર્વક માનવું જોઈએ કે જે આત્મા કેળવાયેલો છે, પવિત્ર, થએલે છે, પરમાત્મસ્વરૂપનાં ચિંતવનથી તેની છેક નજીક આવેલે છે તેજ આત્મા પરમાત્મસ્વરૂપના દર્શન કરી શકે છે પરંતુ જયારે આપણું આત્મિક કેળવણી અપૂર્ણ છે ત્યાં સુધી આપણા આત્મા અને પરમાત્મા વચ્ચે પડદે પડેલે છે અને મહાવીર પરમાત્માનું દર્શન તેને મૂળ સ્વરૂપમાં મનુષ્યને કદિ થઈ શકશે નહિ. આપણી પરમાત્મા ચિંતવનથી તથા પ્રકરણ ૫ મું. વીર પરમાત્માના અદ્રશ્ય સ્વરૂપની દ્રય પ્રતીતિ પરમાત્માના દર્શન કે જ્ઞાનને માટે આપણી હાલની સ્થિતિ સંપૂર્ણ રીતે યોગ્ય નથી. પરંતુ તે વીરપરમાત્માના જ્ઞાનને મળતું જ્ઞાન મેળવવાને માટે દરેક જાતના સાધને તૈયાર છે, અદૃશ્યવીરપર .
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy