SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર સાથે આત્માને લાગવગ. Mય લાગવગથી જેમ બને તેમ જલદીથી મેળવવા જોઈએ. કાંઈ પણ શંકા વગર મહાવીરમાં શ્રદ્ધાવાન થઈ જે પ્રશ્ન ઉદભવે તેને જવાબ મેળવવું જોઈએ. મહાવીરની ભકિતથી તમારી સાંસારિક ઈચ્છાઓ કદી પરિપૂર્ણ નહિ થાય; પરંતુ તમારું આમિક શ્રેય તે અવશ્ય થયા વગર રહેશે નહિ. દરેક અચાનક પ્રસંગમાં અને દરેક જાગૃતિના કાર્ય તથા પ્રયત્નમાં મહાવીરપણુ માટે તીવ્ર પ્રાર્થના કરજે. જેના વગર તમારાથી કંઈજ થઈ શકશે નહિ અને જેની તમેને કાંઈ પણ અશક્ય જેવું જણાશે નહિ. ઉપરના સિદ્ધાંતથી મહાવીરની ભક્તિની આવશ્યકતા જણાય છે તેમ પ્રપન્ન કરવાના ઉત્સાહ માટે તેની ઓછી સૂચના નથી. કારણકે જ્યારે આપણે કુદરતી શક્તિ તેની મર્યાદા સુધી પહોંચી જાય છે ત્યારે આપણા ઉત્સાહને આધાર મહાવીર છે. તેની આંતરિક મદદની શક્તિથી કેઈ પણ મનુષ્યને આમિક સુધારણામાં નિ. રાશ થવું પડશે નહિ. તેના અનંત માર્ગ આપણું હાથમાં આવવા પછી ગમે તેવી પવિત્રતા મેળવવી આપણી મર્યાદાથી દૂર નથી. માત્ર માનુષિક નિશ્ચયના બળથી આત્મિક સુધારણ કરવાના પ્રયત્ન સફળ થતા નથી. પરંતુ પશ્ચાતાપ કરીને મહાવીરની શક્તિવાળા પ્રયત્ન ગુમાવેલી પવિત્રતા અને સુખ મેળવવામાં નિષ્ફળ જ નથી કારણ કે જે છુપિ શક્તિ આપણા આત્માને જાગૃત કરે છે તે જ સુધારણામાં મદદ કરે છે ત્યારે તે તે માટે શંકા કેવી રીતે હાઈ શકે ? મનુષ્ય જે કરેલું ને સુધારવાનું કામ માણસથી બની શકે છે પરંતુ આત્મા એ કુદરતની દૈવિક કૃતિ છે, ઘણીજ ઉમેદી અને કેમળ વસ્તુ છે, ઘણી પવિત્ર છે તેમજ પાપ કર્મની સંગતથી ઘણી જ અવ્યવસ્થિત થઈ ગએલી છે તે સુધારવાનું કામ પણ કઈ અપૂર્વ શકિતનું જ હોઈ શકે છે. વળી ફરી અનંત શકિત કે દૈવિક કળાથી જ આત્માની જાગૃતિનું કાર્ય થાય છે એમ નથી પરંતુ તે આત્માએ પણ ઘણી જ તીવ્ર આશાથી તે કાર્યમાં મહેનત કરવી પડે છે. અને જ્યારે એમ ખાત્રી થાય કે જે મહાન શક્તિ આત્માને અનાદિકાળના કર્મથી મુક્ત કરે છે તે આત્માનું બંધારણ કરનાર શક્તિ જ આપણી મદદમાં છે ત્યારે તે ફતેહની દઢ ખાત્રીથી આપણે મુક્તિને માટે મહાવીરને હદયમાં રાખીને પ્રયત્ન કરવું જોઈએ પરંતુ આજે લો અને
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy