SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર અને મનુષ્યનું આત્મિક જ્ઞાન. બધા દુર્ગમાંથી છુપા ટુથથી છૂટા થઈ જવું સારું છે, બધા દુશ્મનેમાં છુપાઈ રહેલે દુશ્મન સૌથી વધારે ખરાબ છે, એક ઉડે ખાડે હોય તેના કરતા સીધી ઉંચી ટેકરી વધારે સારી છે, વગર પીડાના મૃત્યુ કરતા સુધરી શકે તેવા દરદની મહા પીડા સારી, અને તેવીજ રીતે તમારા આત્માને ગમે તેવા પાપ અને ભય હોય તે પણ તેનાથી જાણીતા રહેવું તે વધારે સારું છે. આત્મિક અજ્ઞાનતાના ભયંકર દુર્ગણે કરતાં ગમે તેવું ધાસ્તીવાળું અને ગમે તેવું દુઃખકારક આત્મિક જાણપણું વધારે સારું છે. જે ખરેખર તમારી સ્થિતિ કેઈપણ આશા અને મદદ વગરની નિરાધાર હોય, જે તમારા પાપ ઉપાય વગરનાજ હેય, અને તમારે નાશ ન રેકી શકાય તેવું હોય તે સઘળી તપાસ કરવી નકામી છે, તે પછી આગળની જવાબદારી ઘાતકીપણું છે પણ દયા નથી. એક મરતા માણસની નકામા ઉપાયોથી હેરાન કર. એ કોઈ પણ રીતે જરૂરનું નથી. ફસીની શિક્ષા પામેલા ગુન્હેગારને તેને ફાંસી આપવામાં આવે ત્યાં સુધી શાંતપણે એકાંતમાં દિવસે કાઢવા આપવા જોઈએ. પરંતુ તમારા સંબંધમાં તેવું કાંઈજ નથી, કઈ પણ માણસ પિતાની મેળે કે બીજાઓથી વિનાશી તરીકે પડતું મુકાય એવી કોઈ પણ જરૂર નથી. કેઈ પણ જીવતે આત્મા ઉપાય વગરને હેઈ શકે જ નહિ, દુઃખ ઉત્પન્ન કરનારું કારણ પછી તે ગમે તેવું છૂપું હોય તો પણ તે ખુલું કરવામાં તમારે જરા પણ પાછા હઠવું નહિ, અને આત્માના તે ઘા સુધારવાની ક્રિયા ગમે તેવી દુઃખકારક અને તદન નિષ્ફળ જેવી લાગતી હોય તે પણ તેનાથી ડરવું નહિ, કારણ કે તમારી ઈજા સહેલાઈથી સુધરી શકે એમ ધારી શકાય નહિ તેમજ નકામા ઉપાયોથી ઉપર ઉપરની શાંતિ શોધવી એ પણ ઓછું જરૂરનું છે, જ્યારે તે દરદના વૈદ્ય મહાવીર પરમાત્મા પિતેજ થઈને દુઃખ દૂર કરવાને તમારી સમુખ હાજર દેખાય છે, ત્યારે તમે એ ખરે વૈદ્ય શોધી કાઢયે છે, તે ચેડા ઘણા દુઃખની દરકાર કર્યા વગર તમારું દરદ દૂર થાય એ તમને કેમ નહિ ગમે? એવું કઈ પાપકર્મનું જેર નથી કે જે મહાવીરના અંકુશમાં આવી શકે નહિ, તે મહાવીર પરમાત્મા આગલ તમારું આખું અતકરણ ખુલ્લુ કરી દે. તમારી ખરેખરી સ્થિતિ તેમને જણાવે.
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy