________________
ર૫
મનુષ્યઅને મહાવીર. તે સર્વ માન્ય અને સર્વ શિક્ષિત છે. તે મનુષ્યને એક ઘણા કેળવાએલા અને સંપૂર્ણ બુદ્ધિશાળી બનાવે છે. એમ નહિ તે પણ તે મા ભુસને માણસ બનાવી મહાવીર થવાને માર્ગ બતાવે છે તેની ફરી યાદગીરી યાદ લાવવાને પછી જરૂરીઆત રહેતી નથી. જે મહાન શકિત ઘણા થોડા માણસમાં પ્રફુલ્લિત થઈ હોય છે તેને માટે તેને આપોઆપ લક્ષ જાય છે અને ઉંચા પ્રકારની વિવેકબુદ્ધિ, નિતિક શ્રેષ્ઠ પ્રકૃતિ જે સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે તેનું કુદરતી શિક્ષણ મળે છે. મુખ્યત્વે કરીને મહાવીરને સત્વ સિદ્ધાંત મગજને અસર કરે છે તેના કરતાં તે હૃદયના ઊંડા ભાગમાં વધારે અસરકારક નિવડે છે. મહાવીના દૈવિક સત્વ તરફ જે લક્ષ આપે છે તેમને કઈ એવી રીતે નાકબુલ નહિ થાય કે આતિહસિક સાબીતી વગર, સૂક્ષમ દલીલ વગર અને વિવેક બુદ્ધિની ગુચવાડા ભરેલી ચર્ચા વગર તે સત્ય ગ્રહણ કરવાને તૈયાર નથી. મહાવીરનું સત્ય એ જે સાહિત્ય હેતતે આવા બચાવને અંત આવી જાય, ઉદાહરણ તરીકે એમ માની લઈએ કે ઉંચા પ્રકારના ગણિત શાસ્ત્ર અથવા વિજ્ઞાન શાસ્ત્રના અભ્યાસને માટે જે શકિતઓ કેળવવામાં આવે તે છતાં તેના પુરાવા ઘણાં માણસની શકિતથી ન સમજાય તેવા હોવાથી અને અજ્ઞાન તથા અભણ માણસે તેના અજાણ પણાને લીધે બધી જવાબદારીથી દૂર રહે તે ગણિત શાસ્ત્ર કે વિજ્ઞાન શાસ્ત્રથી ઘણું લેકે અજ્ઞાત રહે છે કારણકે તે સાહિત્ય છે અને તેમાં પુરાવાની જરૂર પડે છે પરંતુ મહાવીર એ કાંઈ સાહિત્ય નથી. મહાવીરનું સત્ય આપે આપ વિસ્તારને પામે છે, તેમાં તીક્ષ્ણ બુદ્ધિની જરૂર રહેતી નથી પણ મનુષ્યત્વપણનું સામાન્ય અંતઃકરણ અને સામાન્ય હદય તેને ગ્રહણ કરી શકે છે. આપણે પ્રકૃતિના સામાન્ય જ્ઞાનથી જે અંતઃકરણ જાગૃત છે, જે આત્મા પ્રેમ, દયા, કોમળતા અને સત્યતાની ગ્યતા ધરાવે છે, તેઓ સર્વે મહાવીરનાં સિદ્ધાંતે શ્રવણ કરવાને અને ગ્રહણ કરવાને દરેક રીતે યોગ્ય છે. એક નાનું બાળક કે જે મહાવીર પરમાત્માને પહેલીવાર ઓળખે છે, અને પ્રાર્થના કરે છે, એક ગરીબ રેજીદે મજુર કે જેની બુદ્ધિ પિતાના કામ
I
D
-