SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુના એકાંતવાસ. ૧૧ નાશવંત પુગળ છે, જ્યારે આત્મા એ પિતાની છુપી શક્તિમાં પવિત્ર અપવિત્રપણું પ્રાપ્ત કરી પિતાની શક્તિથી ચતુર્ગતિમાં ભ્રમણ કરનારે અને તેમાંથી મુક્ત થનારે ચૈતન્ય સ્વરૂપી પદાર્થ છે. ત્યારે જે પદાર્થ અમર, અજર અને પરમાત્માના જેવા જ છે, તે પદાર્થની પાયમાલી થતી જોઈને આપણને આશ્ચર્ય નહિ થાય? શું વીરપરમાત્માને એવા અનંત શક્તિવાળા આત્માઓની દયા નહિ આવી હોય છે નહિ તે વીરપ્રભુએ અસંખ્ય જીને પરમાત્મપદ આપ્યું છે, પરંતુ જેમનામાં કર્મને રામે થવાની શક્તિનો અંશ પણ નહેાતે, તેઓજ વીરપ્રભુના પવિત્ર જીવનને લાભ લઈ શકયા નથી. બધા બાહ્ય પદાર્થમાંથી વીરપ્રભુની જેદષ્ટિ હતી, તે બીજા દરેક પ્રાણીની નજરથી છુપી અને જુદી હતી. બીજા મનુષ્ય પિતાના જાતિ બંધુઓના આત્માની અવનતિ થતી જોઈ શકતા નહોતા ત્યારે છુપા રહેલા અરૂપી આત્માઓની અવનતિ વીરપ્રભુની દૃષ્ટિ જોઈ શકતી હતી અને તેમના ઉન્નતિના માર્ગમાં મુકવામાં તેઓ ઉપકાર બુદ્ધિથી દરેક પ્રયત્ન કરતા હતા. જો કે ઈ મનુષ્યને દાખલા તરીકે એકજ અઠવાડીયા સુધી પિતાના જાતિભાઈઓને અંતઃકરણની નીચે આત્માની જે હીલચાલ થતી હોય અને આત્માની જે સ્થિતિ હોય તે જાણવાની છુપી શક્તિ આપવામાં આવી હોય તે તે મનુષ્ય ખરેખર અંદરની ભય કર સ્થિતિ જોઈને ભયભીત થઈ જશે અને કોઈ પણ શક વગર તે આ અપૂર્વ શક્તિનું તુરત રાજીનામું આપશે, પરંતુ જે જેવાને અપૂર્ણ અને અવનત મનુષ્ય શક્તિમાનનથી તે વીરપ્રભુએ પિતાના જીવનમાં નિરંતર જોયું હતું, બધા અંતઃકરણે તેના આગળ ઉઘાડા હતા અને તેથી જ તેના સઘળા ગધરેની પુછયા વગર શંકાઓ ટાળી ભવસાગરમાં પડતા તેમને બચાવ્યા હતા. મનુષ્યના આકાર અને મુદ્રા જોઈને તેઓ તેમની સ્થિતિ જોઈ લેતા એટલું જ નહિ પણ માણસના અંતરમાં શું હતું કે તેઓ સૂક્ષ્મ રીતે જાણતા. અરે ! દરેક આત્માનું જાણે તેણે વાંચન કીધું હોય તેવું હતું. અને દરેક સ્થળે જ્યાં તે પૂર્વે પવિત્ર, નિર્મળ, સુખી આત્મા હોય તેને સાર્થધ મગરૂર અને ઈષર તથા નાસ્તિક થઈ ગએલે જેતા ત્યાં જે તે આત્મા ભવિ હોય તે તેને ફરી જાગૃત કરી તેને ઉદ્ધાર કરતા. ત્યારે તેમની અપૂર્વ ઉપકારની લાગણી કે જેને માટે આપ અ અ અ નળાહિતક
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy