________________
મહાવીર પ્રકાશ.
અને આપણા થી. તેમના
તરસ્યાની
આ
મનન કરીએ છીએ, અને દુષ્ટ પ્રાણીઓની દુછતા પિતાની છતી શ. તિએ સહન કરી જેમણે પોતાને આત્માને પવિત્ર કરવાનું જ લક્ષ રાખેલું હતું, તે પર વિચાર કરતાં અંતઃકરણ ઉરચ ભાવનાથી તેમના તરફ આકર્ષાય છે, અને પવિત્ર આંખેથી તે પવિત્ર મૂર્તિનું દર્શન કરવાની ભાવના પ્રદીપ્ત થાય છે. તેમના જીવનના અશાંત ઉપકારના તેના તીર્થ પ્રવર્તનમાં જેમ જેમ આપણે તેની પાછળ ચાલીયે છીએ તેમ તેમ દયાના સાગર એવા પ્રભુ કે જેમાં દિલગીરીને પણ દિલાસે મળે છે, અને પશ્ચાતાપને પવિત્રતા પ્રાપ્ત થાય છે, પાપી માણસે પણ તેના આવાગમનથી કેવી દયામણી ચીસ પાડે છે, અને મૃત્યુની ઈચ્છા કરનારા તેના તીર્થમાં કેવી રીતે સામેલ થાય છે, તે જોતાં આપણે હદયમાં તે મહાવીર પ્રભુ પ્રત્યે પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન થયા વગર રહેતી નથી. તેમના પવિત્ર દર્શનથી પાપીની પાપવૃત્તિ નષ્ટ થાય છે, ભુખ્યાની ભુખ અને તરસ્યાની તરસ મટી જાય છે, વ૨ વૈર કરતા પ્રાણી શાંત થઈ જાય છે, બેજાવાળાને આરામ મળે છે, તેમના એકજ વચનથી પ્રાણુ માત્રામાં કે ઉત્સાહ પ્રગટ થાય છે, અને હૃદયના છૂપા દેષ દૂર કરવાને ઉપકારની લાગણીથી તેની કેવી રીતે પ્રાર્થના થાય છે, અંતરના ગુંચવાડા અને દુઃખે, ન ભૂલી શકાય તેવા હૃદયના ઘા, અંતરમાંથી દૂર ન થાય તેવી મલિનતા, તે વીર પ્રભુના દર્શનથી અને તેમના જીવનના અભ્યાસથી ક્ષણવારમાં નષ્ટ થાય છે. તેના છુપા આશ્ચર્યકારક કાર્યોની અસર જ્યારે આપણે તપાસીએ છીએ, અને પ્રાણીઓ પિતાના - ભાને ભલી જતા કેવી રીતે થડકીને જાગૃત થાય છે, અશાંતિમાં કેવી રીતે એકાએક શાંતિ થાય છે, તેને વિચાર કરતાં તેના આત્માના પ્રકાશિત કીરણે મનુષ્યના આત્મામાં અલોકિક વીજળીક અસર કરે છે, એમ આપણને પ્રતીત થાય છે. જ્યારે આપણે તેની ભલાઈનું ઉડાઉપણું અને શક્તિનો અદ્દભુત ચમત્કાર જોઈએ છીએ ત્યારે તેના પ્રત્યે આપણી મનભાવના ઉચ્ચ નથી થતી ? અને તે વીરપરમાત્મા એકજ આપણા દ્વારા આધાર છે. એવી રીતે હૃદયમાં નિશ્ચય નથી થતું?
દરેક મનુષ્ય એટલું તે સમજી શકે કે પવિત્ર અને અનંત શક્તિવાળા આત્માને જોઈ શકાય તે આકાર અને કેટલે મુ