________________
પ્રતિ દિવસ પૂર્ણ પ્રતાપ, અધિકો આપને પ્રભુજી કરે, કિર્તિ ડિ જગ જામતાં જન હિત સે હે ધરે; મોટાછે મિત્ર પવિત્ર મતિના અમલદારો અધિપતા: સરકારમાં છે સરસ ખ્યાતી, આબરૂ અવની અતી. ૨ બુદ્ધિ પ્રબળને ચપળતા એ સુધારાના સંબતી; પરતાપિ બે મહારાજ, ઉર આનંદ ઉપજે છે અતી; પ્રભુ બાલસિંહજી ભૂપની મનોકામના સિદ્ધિ કરો; સુખ સિદ્ધિ સિદ્ધિ સકળ આપી, અખૂટ ભંડાર ભરશે. ૩ જય ક્ષત્રિ બુદ્ધિ પૂરા, અગમ ચેતિ અતિ ઘણી; હિમ્મત અને હુંશિઆર હાંસિ, કળા કાતિ નહિ ભણા; દિવાન ડાહ્યા દેખી, ગભિરને ગુણવાન છે; નિપૂણ નીતિવાન દાના, વિવેકી વિદ્વાન છે. છે અધિક વાર હજાર વધતો વહાલ ઉચ્છવથી અહીં વટવાણુવાસી સર્વને આનંદ મન મા નહીં; પ્રમુ પાસ દિલથી દેવશંકર માગે એવું આપ; સુખ બાલસિંહજી ભપને, પ્રભુ અમ્મર અવની સ્થાપજો.
પદ. . અધિક યશ પરતાપ, પ્રભુપે અધિક યશ પરતાપ. ટેક શ્રી વર્ધમાનપતિને પ્રભૂ સુખ, આપ સુખ અમાપ.પ્રભ કલેશ યાદિ શત્રુ સંહા, ટળે સમૂળા તા. પ્રભુ અવિચળ પદવી આપનીહો એમ, જયુ જપ છે જનજાપ પ્રભ શ્રી બાલસિહજીનાં કામ સિદ્ધિ, અમ્મર રહેજો આપ પ્રભૂ