________________
૨૮૪ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન શ્રુતકેવળી કાલકાચાર્ય છે. ઇંદ્ર આવ્યા અને નિગોદનું સ્વરૂપ પૂછયું ત્યારે કાલકાચાર્ય પાસેથી ઈદ્ર જેવી રીતે સીમંધરસ્વામી પાસે સાંભળ્યું હતું તેવું આબેહુબ સ્વરૂપ સાંભળ્યું (વાછરાજથા છો. ૧ થી ૬૪). સર્વે કેવલીનાં વચનને ચેદ પૂર્વમાં સમાવેશ
શ્રુતકેવલી નહિ તેની પ્રરૂપણ કેવલી સરખી જ્યારે હેય તો શ્રુતકેવલીની પ્રરૂપણ કેવલી સરખી હોય તેમાં નવાઈ શી? જે પૂર્વમાં એટલું બધું જ્ઞાન ન ગૂંથેલું હોય તે તે પૂર્વેને ભણનારે કેવલીની તુલ્ય પ્રરૂપણામાં આવી શકત નહિ. કહેવા લાયક એક પણ વિષયનું કેવલી મહારાજ નિરૂપણ કરે તે શ્રુતકેવલીના ધ્યાન બહાર હોવું જોઈએ નહિ. ચૌદ પૂર્વમાં કેવલીના બધાં વચને બાંધી લીધાં છે. એ સિવાય કોઈ પણ કઈ પણ કાળના કોઈની આગળ કઈ કેવલી બેલતા નથી. આચારાંગદિ રચવાને હેતુ
જે વસ્તુસ્થિતિ આમ છે તે પછી આચારાંગ, સૂયગડાંગ રચવાની જરૂર શી? બધા સરખી બુદ્ધિના દેતા નથી મંદ બુદ્ધિવાળાને આગળ ચઢાવવા એમ કરવું પડે. નામાની અંદર બધા આંકડા આવે છે; બધા પાડા આવે છે. પહેલાં એકડા શીખવે છે કે નામું? તેમ પહેલવહેલે દીક્ષિત થાય તે એકદમ પૂર્વને ધારણ કેમ કરે ? દશ શેર ઘી પચાવનાર દુર્બલિકાપુષ્પમિત્રનું ઉદાહરણ
દુર્બલિકાપુષ્પમિત્ર આર્યરક્ષિતજીના શિષ્ય છે. (સાવ જૂ૦ મા ? પૃ. ૪૦૬-૨૦). દુર્બલિકાપુ૫મિત્રની સગા બૌદ્ધ ધર્મના છે. તેમણે દુર્બલિકાપુષ્પમિત્રમાં હાડકાં નીકળેલાં દીઠાં. એટલે આર્ય રક્ષિતસૂરિજીને કહ્યું -