________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૭ વડે કાંઈ આત્મસુખને નિશ્ચય થતું નથી. કેમ કે હું પણ અમૃત સશજ્ઞાનજ અનાદિ કમરેગને નાશ કરનારું છે.
વાદ અને પ્રતિવાદ તેમજ અનિશ્ચિત પદાર્થને કહેનારા માણસે ઘાણીના બળદની ગતિની જેમ તત્વના પારને પામતા નથી. વાદ એટલે પૂર્વપક્ષ અને પ્રતિવાદ એટલે ઉત્તરપક્ષ. તેને પરના પરાજય માટે તથા પોતાના જય માટે કરવાથી વસ્તુ ધર્મ રૂપ–તત્વના અંતને પામી શકાતું નથી. વળી પદાર્થના સ્વરૂપને નિશ્ચય કર્યા વિના, તેનું અનિર્ધાતિ સ્વરૂપ કહેવાથી પોતાના અત્યંત સ્વાભાવિક આત્મજ્ઞાનના અનુભવને પામી શકાતું નથી. જેમ ઘાણીમાં નાખેલે બળદ ગમે તેટલું ફરે તોપણ કઈ બીજા સ્થાને પહોંચતું નથી, તેમ તત્વજ્ઞાનને નહિ ઈચ્છનારે મનુષ્ય અનેક શાસ્ત્રોમાં શ્રમ કર્યા છતાં પણ તત્વના અનુભવને સ્પર્શ માત્ર પણ કરતું નથી.
સાતે નયની અપેક્ષાએ જ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે. જ્ઞાનના ચાર નિક્ષેપો આ પ્રમાણે ઘટે છે. શબ્દના આલાપ રૂપ જે જ્ઞાન તે નામજ્ઞાન કહેવાય છે. સિદ્ધચક્રાદિકમાં સ્થાપન કરેલું જ્ઞાનપદ તે
સ્થાપનાજ્ઞાન કહેવાય છે. ઉપગ રહિત પાઠ માત્રજ કર તે દ્રવ્યજ્ઞાન કહેવાય છે. તત્વાર્થનું જ્ઞાન જે પુસ્તકમાં લખેલું હોય છે, તે પણ દ્રવ્યજ્ઞાન કહેવાય છે. ઉપગ વિના સ્વાધ્યાય કરે, તે પણ દ્રવ્યજ્ઞાન છે અને ઉપગ પરિણતિ તે ભાવજ્ઞાન છે. તેમાં ભાષાદિકના સકંધરૂપ જે જ્ઞાન તે નિગમનયની અપેક્ષાએ જ્ઞાન કહેવાય છે. સંગ્રહનયની અપેક્ષાએ અભેદ ઉપચારથી સર્વ જી. જ્ઞાન રૂપ જાણવા. વ્યવહારનયની અપેક્ષાએ અભેદ ઉપચારથી પુસ્તકાદિકમાં રહેલું જ્ઞાન જાણવું, જુસૂત્રનયની અપેક્ષાએ તત્વ પરિણામ સંકલ્પરૂપજ્ઞાન જાણવું. અથવા જ્ઞાનના હેતુભૂત વીર્ય. ને નૈગમનય જ્ઞાન કહે છે. સંગ્રહનય આત્માને જ્ઞાન કહે છે. વ્યવહારનય ક્ષપશમ પ્રમાણે જ્ઞાન સંબંધી વ્યવહાર પ્રવૃત્તિને જ્ઞાન કહે છે, અને જુસૂત્ર વર્તમાન યથાર્થ અયથાર્થ વસ્તુતત્વના
For Private and Personal Use Only