________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ ખરે આકાશને રૂધી રહ્યા છે, અને જેના મૂળ રસાતળને ભેદી રહ્યા છે, એવા સુમેરૂગિરિસહિત બધી પૃથ્વીને બાળી દેવામાં જેને પણ વૈભવ છે, એવા સાગરને પણ જેઓ એક ગંડૂષ માત્ર કરી જાય તેવા છે, એટલું જ નહી પણ અનેક પર્વતે વાળી આ પ્રચંડ પૃથ્વીને જુએ છત્રીની જેમ એક ભુજાએ ઉપાડી લેવાની શક્તિ ધરાવે છે, આવા અતુલ સમૃદ્ધિવાળા અમિત પરાક્રમી અને ઈચ્છા પ્રમાણે સિદ્ધિને પ્રાપ્તિ કરનાર દેવની આગળ એ મનુષ્ય માત્ર સાધુ કોણ છે? હું પોતે જ તેને ધ્યાનમાંથી ચલાયમાન કરીશ.” આ પ્રમાણે કહી, ભૂમિપર હાથ પછાડ. આ સંગમ દેવ ઈદ્રના તાબાને હતા. તેને દબાવવા ધારત તે ઇંદ્ર મહારાજ તેમ કરી તેને અટકાવી શકત; પણ તેમ કરવાથી વખતે અહંત પ્રભુ પારકી સહાયથી અખંડિત તપ કરે છે, એવું રખેને આ દુબુદ્ધિના મનમાં ન આવે, તે સારૂં તેને કંઇ પણ ઉત્તર આપે નહીં અને તેની ઉપેક્ષા કરી. તે પછી તે અધમ સંગમ, પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન
કરવા સારૂ, અને ઈદે કરેલી પ્રસંશા ખોટી સંગમે કરેલા ઠરાવવા સારૂ, વેગ વડે ઉઠેલા પ્રલયકાઉપસર્ગ. ળના અગ્નિ જેવું અને નિવડ મેધ જેવા
પ્રતાપવાળે, રૌદ્ર આકૃતિથી સામુ પણ જોઈ ન શકાય એવે, ભયથો અપસરાઓને નસાડતે અને મોટા વિકટ ઉર સ્થળના આઘાતથી ગ્રહ મંડળને પણ એકઠા કરતે, જ્યાં પ્રભુ હતા ત્યાં આપે. નિષ્કારણ જગતના બંધુ, અને નિરાબાધ પણે યથાસ્થિત રહેનારા વીર પ્રભુને જોતાં તેને અધિક દ્વેષ ઉત્પન્ન થયે, અને તેણે પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરવાનો પ્રયત્ન આદર્યો.
૧ પ્રભુની ઉપર અકાળે અરિષ્ટને ઉત્પન્ન કરનારી મહા દુઃખ દાયક રજ (ધુળ)ની વૃષ્ટિ કરી. તે રજના પૂરથી ચંદ્રને રાહુની જેમ, સૂયને દુદિનની જેમ પ્રભુના સર્વ અંગેને ઢાંકી દીધા. તે રજથી તેણે સર્વ તરફથી પ્રભુના શરીરના દ્વારે એવા પૂર્યા છે, જેથી પ્રભુ
For Private and Personal Use Only