________________
૫૭
અસંભ્રાન્તને આહાર લેતાં પહેલાં એષણા સમિતિ યાદ આવે એટલે સાધુ જીવનના કલ્પ્યા કલ્પ્સના અનેક નિયમ – ઉપનિયમે – લાભ—નુકશાન વિગેરે યાદ આવે.
અસંભ્રાન્તને આહાર વાપરતાં પહેલા ગુરુની ભક્તિ યાદ આવે એટલે ગુરુભકિત દ્વ્રારા બાલ — વૃદ્ધ ગ્લાન તપસ્વીની સેવાની
સાધના થાય.
અસંભ્રાન્તને આહાર વાપરતાં પહેલા મેાક્ષમાર્ગની સાધના યાદ આવે —— તેથી મહર્ષિ ની યાદે આંખ આંસુથી ભરાય.
અસંભ્રાન્તને આહાર વાપરતાં અણાહારી વીતરાગની યાદ આવે કુરગડુ મુનિની યાદે હાથમાં કાળિયા અને મન મુક્તિમાં પહોંચે.
મતક...
તારે જીદગી જીતવી છે. તે! જીંદગી જીતવાની જડીબુટ્ટી લઈ લે. અસંભ્રાન્ત થા. અસંભ્રાન્ત બનીશ એટલે તારા શબ્દકોશમાંથી હાર. પરાજય. નાપાસ. નિરાશ. ભૂલ શબ્દો અદૃશ્ય થશે.
સાધનાનું ઉત્તુંગ શિખર સર કરવા બેટા અસંભ્રાન્ત થા. સિદ્ધિ તારા ચરણ ચૂમશે.
અસંભ્રાન્ત દશા એટલે જાગૃત સાધક દશા. પ્રત્યેક ક્રિયા. પ્રત્યેક પ્રવૃત્તિમાં જિનાજ્ઞા મુજબ જ ચાલનાર જિનાજ્ઞા નજર સામે રાખી, મેાક્ષનું લક્ષ્ય રાખી સાધના માર્ગમાં સ્થિર થવું તે અસભ્રાન્તતા.
38