________________
પO
શું સુખ તને કર્તવ્ય પથ પર સ્થિર રહેવા દેશે? શું સુખ અને પિતાને પ્રગતિના પંથે પ્રયાણ કરવા દેશે? શું સુખ તને સુખે જીવવા દેશે?
છેલ્લે હજી એક પ્રશ્ન પૂછી લઉં. ગભરાતો નહિ શું સુખ તને છેલ્લો શ્વાસ લેવા દેશે,
હું સમજું છું, આ પ્રશ્નાવલી તને કડવી લાગશે... આકરી લાગશે. તારું મુખ પ્રશ્ન સાંભળી મુરઝાઈ જશે....પણ...નું રવસ્થ બની. શાંત મને વિચાર કર, તને તારા હૃદયને જાગતો દેવ જવાબ આપશે. આજ સુધી સુખની પાછળ ઘેલા બની તે માંહ્યલાને મુંઝવ્યો છે. તેનો રોહ કર્યો છે. હવે જરા કુરસદ કાઢ.
એક વખત મુકત મને હસી લે. સંસારની બધી ઝંઝટને દૂર દૂર ફેકી દે. પછી શાંન પ્રશાંત બની વિચાર કર. બાલ નારા સુખની વ્યાખ્યા?
સાધન તેજ સુખને ? સગવડ તેજ સુખને? અનુકૂળતા તેજ સુખને ?
સાધન–સગવડ અને અનુકૂળના એજ સુખ હોત તે જગત સુખ માટે ફાંફા ન મારત. ભાઈ. પાયામાં જ પહેલી ભૂલ કરે છે.
આલ્પસના મહાડુંગરા પર તારે આરોહણ કરવું છે. અને તળેટીથી પગ ના ઉપાડે તે ચાલે? તળેટી છોડે તે જ શિખરના સફરની મજા મહાણી શકાય. સુખ સમજ્યા વગર સુખના ફાંફા તને સુખી નહિ બનાવે. ભયંકર દુખસાગરમાં ડુબાડી દેશે. તારી કલ્પના તારા વાતાવરણે તને સગવડતા સાધન અને અનુકૂળતામાં સુખની ભ્રમણા કરાવી છે. તેથી જરા કાંઈક મનભાવ મુજબ જોયું, ઘેલા થઈ પાછળ પડયો. પૂર પાટ દોડ ચલાવી. જરા મનમોહક આકર્ષક પદાર્થ મળ્યા. આંખે ઇશારે કર્યો. નાકે સાથ આપ્યો. જીભ સળવળી. અને હાથ
.
.