SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ અનક! જેને ગુરુ ગૌતમે મહાવતના દાન સાથે કેવળજ્ઞાનના કેવા દાન કર્યા, તેં પણ ભાગ્યવાન ! ગુરુ સમીપે મહાવ્રત સ્વીકાર્યા છે. હવે વિહરામિ” ની ઉોષણા કર. - ગુરુદેવ ! વિદાય ! છેલ્લી વિદાય ..સિદ્ધોની ભૂમિ પર વિહાર કરું છું. મનક ! તું પણ ધન્ય બનીશ અને તેને વિદાય આપી હું પણ ધન્ય બનીશ. જે ગુરુએ શિષ્યના હિતાર્થે મહાવ્રતના ઉચ્ચારણ કરાવ્યા હોય તે ગુરુ શિષ્યની આધ્યાત્મિક પ્રગતિથી કેટલા ખુશ થાય ! તેમને આત્મા કેટલે પ્રસન્ન બને. જિનશાસનનું ચારિત્ર અદ્વિતીય અને ચારિત્ર ગ્રહણની પદ્ધતિ પણ અદ્વિતીય અને ચારિત્રના પાલન પણ અદ્વિતીય. વિહરામિ – હું વિહાર કરું છું આ બેલતાં સમસ્ત સંસારના સમસ્ત બંધનેને ક્ષણવારમાં તિલાંજલિ... વિહરામિ હું માર્ગ પર પ્રયાણ પ્રારંભું છું. વીતરાગના મેક્ષમાર્ગ પર અવિરત – ગતિ એ મારું પ્રસ્થાન શરૂં કરું છું. વિહરામિ – જ્ઞાન દર્શન ચારિત્ર દ્વારા મારા આત્મરાજ ના ભવ્યમહેલમાં મઝાથી મહાલું છુ. વિહારામિ – શુદ્ધ અધ્યવસાય દ્વારા ચિત્ત પ્રસન્નતા રૂપ નગરમાં સુખે સંચરૂં છું. પૂ. શય્યભવસૂરિ મહારાજ અમે પણ ગુપાસે મહાવ્રત સ્વીકાર્યા છે મહાત્મા મનકે વિહરામિ સિંહનાદ કર્યો. અમને પણ એ વિહરામિના સિંહનાદ કરવાની શકિત આપે.
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy