________________
૩૫
વિચરણ કરું છું મહાવ્રતને સ્વીકાર.... સ્વીકાર સ્વચ્છ અને મહેચ્છાએ હેય. મહાવત કયારેય કોઈને પરાણે અપાતા નથી. ઈચ્છા વગર અપાતા નથી. આંતરિક અભિલાષાએ કઈ વસ્તુ પ્રત્યેની સહર્ષ સંમતિ જાહેર કરવી તે સ્વીકાર.
ગુરુની સમીપમાં એટલે આપના (ગુના) જ્ઞાન તપ-ત્યાગ–અને ચારિત્રના પવિત્ર વાતાવરણમાં હું મહાવ્રત સ્વીકારું છું.
ગુરુની સમીપમાં એટલે આપના (ગુના) સયમપૂત શ્રીમુખે મહાવતને સ્વીકાર કરું છું
ગુરુ સમીપમાં એટલે આપની કૃપાને પાત્ર બનીને મહાવ્રતનો સ્વીકાર કરું છું.
ગુરુની સમીપમાં એટલે આપની આર્ષદૃષ્ટિ વડે મારા આત્માની આધ્યાત્મિક ચિકિત્સા કરાવવા મહાવ્રત સ્વીકારું છું.
ગુરુની સમીપમાં એટલે આપના જ્ઞાનના પ્રકાશમાં મારા આત્માના અજ્ઞાન દૂર થશે. એવી શ્રદ્ધાથી મહાવ્રત સ્વીકારું છું.
ગુરુની સમીપમાં એટલે પથ્થરને પણ પારસ બનાવનાર મહાપુરુષની શુભાશિવ ગ્રહણ કરી મહાવ્રત સ્વીકારું છું.
ગુરુની સમીપમાં એટલે કષાય સામે વિષય સામે સતત લડાઈ ચલાવનાર સેનાપતિના હાથે સંયમી સૈનિક બનતા વિજયનું તિલક કરાવું છું.
ગુરુની સમીપમાં એટલે સદા આપના ચરણ દાસ બની મહાવ્રત સ્વીકારું છું.