________________
૪. સંજમ નિહુ
ચર
પ્રતિક્ષણ-પ્રતિપળ જગતમાં કર્માધીન પ્રાણુના જન્મ અને મરણ થાય છે જગતે પણ તે લેકસ્થિતિને સહજ સ્વીકારી લીધી છે. છતાં જગત સ્મૃતિ કરે છે. ખુદના સ્નેહી જનથીય અધિક આપ્ત જનની. જગત કયારે પણ ભૂલતું નથી એવા મહાપુરૂષોને જેણે જીવન જીવી જાયું છે.
કેટલીક વ્યક્તિ જીવનને પૂર્ણ કરે છે. કેટલીક વ્યક્તિ જીવનને ઉજાળી જાણે છે જીવનને પૂર્ણ કરવામાં કઈ મહાનતા નથી. જીવનને ઉજાળવામાં કઈ ભવ્ય ધ્યેયની પૂર્ણાહુતિની જરૂર પડે. કેઈ પદ, સત્તા, સ્થાન મળવા સહેલા છે પણ તે સ્થાન ટકાવવા અઘરા છે તે સ્થાનોને ભાવવા તે દુર્લભતમ છે
કેઈપણ ચીજની પ્રાપ્તિ પુણ્ય પર આધારિત છે પણ તેને ભાવવી તે પુરૂષાર્થને આભારી છે. એકલે પુરૂષાર્થ ન ચાલે ઉત્સાદ યુક્ત માર્ગ તરફનો પુરુષાર્થ જોઈએ...
મનક! તું કે પુણ્યશાળી છે જિનેશ્વર ભગવંત જે માનવજન્મને દુર્લભ કહે તે માનવને જન્મ તને મલ્યા જેના મૂલ્ય ના થાય તેવા આર્યદેશ આર્યકુલ ૫ એન્દ્રિયપૂર્ણ નિરોગી શરીર. શાસ્ત્રશ્રવણ દુલભ શ્રદ્ધા અને દુર્લભતમ સર્વશ્રેષ્ઠ ચારિત્ર તને બાલઉંમરમાં મલ્યું. તારા પુણ્ય પાસે અમારું પુણ્ય ઘણું વામણું છે તું જે ચારિત્ર પામ્યા છે તેની વિચારણે અમે કરીએ સદૈવ આનંદ સાગરમાં સ્નાન કર્યા
કરીએ...