________________
ધ ન્ય વાદ પ્રસ્તુત શ્રી દશવૈકાલિક સત્રની અનુપ્રેક્ષાઓનું લબ્ધિ-વિક્રમસંસ્કૃતિ કેંદ્ર તરફથી પ્રકાશન કરતા અમે આનંદ અનુભવીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથ રચવા માટે અમે સાધ્વીવર્યા વાચંયમાશ્રી ને ધન્યવાદ શું આપવાના છીએ ? તેઓએ તે પિતાનાં સ્વાધ્યાય અને ગુરુ-ભક્તિ માટે જ આ સર્જન કરેલ છે અને તેથી તેઓને અમે સંસ્થા તરફથી ભાવપૂર્વક વંદના કરીએ છીએ.
પ્રસ્તુત પ્રકાશનની કેપીની તમામ રકમ શ્રીમતી કંચનબેન ખીમચંદભાઈ તરફથી સદ્ વ્યયિત કરવામાં આવી છે
સંધવણ શ્રીમતી કંચનબેન તથા સંઘવી શ્રી ખીમચંદભાઈ અમારા શ્રી કલકત્તા-પાલીતાણા છરી પાલિત સંઘયાત્રાના એક સંધપતિ તે હતા જ, પણ ખૂબ જ ધર્મ પ્રેમી અને આદર્શ જેન દપતી છે.
પ્રસ્તુત પ્રકાશનને લાભ તેઓનાં વાત્સલ્યમૂર્તિ સાધ્વીવર્યા સર્વોદયાશ્રીજીની પુનિત પ્રેરણાથી મલ્યો છે સાધ્વી સયાશ્રીજી ખીમચંદભાઈ લીંબડીવાળાનાં સંસારી બેન પણ છે. '
શ્રીમતી કંચનબેન તથા ખીમચંદભાઈ ને ધન્યવાદ ! આવા સુંદર પ્રકાશને પ્રસિદ્ધ કરીને વારંવાર શાસન સેવા કરવા માટે અમે અનુરોધ કરી રહ્યા છીએ.
સાથે જ જિન શાસનની સુંદર આરાધના અને પ્રભાવનાને વારસો એમના ચિરંજીવી સુપુત્ર નીલેશકુમાર તેમજ સુનીલકુમારમાં ઊતરે અને તેમની સંસ્કારી પુત્રીઓ નયનાબેન-પ્રજ્ઞાબેન- દક્ષાબેન પણ ખૂબ જ સંસ્કારમાં આગળ વધે, અમે એ જ ઈચ્છીએ છીએ. અને
સંસ્થા તરફથી હું વારંવાર તેઓને ધન્યવાદ આપું છું.
આ સાથે સંપૂર્ણ પ્રન્ટિીંગ કાર્યનું ધ્યાન રાખી કામ કરનાર ગુરુભક્ત શ્રી હસમુખભાઈ કાપડિયાને ધન્યવાદ આપ્યા સિવાય રહેવાતુ નથી. પ્રકાશન મંત્રી, શ્રી રાજેન્દ્ર એ. દલાલ
તથા ન ૧ સ્તર, અળ ,તેની