________________
૨૧
ભિન્ન છે. યુગ-કાલ–લિંગ–અવસ્થાના ભેદ ભિન્ન હોય, તે પણ મહાપુરુષોની–ભવ્યાત્માઓની હિતવૃત્તિ-હિતચિંતા ભિન્ન નથી હોતી. એકે આગમ મંથન કર્યું. તે એકે મહાવિદેહ ક્ષેત્રમાં વિતરણ કર્યું, ...પણ...હિતનું આરાધન કર્યું. હિત અને મંગલની ભાવના જ મંગલ છે. કેઈ વ્યક્તિ કે કોઈ પ્રસંગને ઉદ્દેશીને પ્રારંભ થાય, પણ પછી તેના દ્વારા સર્વનું મંગલ થાય. મુનિ મનકના મંગલાથે સર્જન થયેલ દશવૈકાલિકસૂત્ર એકવીશ હજાર વર્ષ સુધી અવિરત મંગલને સ્ત્રોત બની અનેક સાધકને અધ્યાત્મના અમીપાન કરાવશે.
શ્રી દશવૈકાલિક સૂત્રની શૈલી ગદ્ય-પદ્યમય કાવ્યાત્મક છે. જ્યાં તેના શબ્દો સંચાર થાય, ત્યાં આશ્રવના...કષાયના...ઈદ્રિયના.. -ચોગનાં તોફાન શાંત થવા લાગે છે. શ્રી દશવૈકાલિક સૂત્રની શબ્દ મધુરતા એના સ્વાધ્યાયમાં લીન બનનારા જ અનુભવી શકે છે. જેમ...
“મા” શબ્દ બેલતાં બાળક થાત નથી.કંટાળે અનુભવતા
નથી.
પ્રેમી પ્રેમપાત્રના નામના પુનઃ પુનઃ સ્મરણમાં આનંદ -અનુભવે છે.
તેમ સાધક મહાત્માઓ દશવૈકાલિક સૂત્રના સ્વાધ્યાયમાં એક -અને ખી મસ્તી અનુભવે છે. દશવૈકાલિકને સ્વાધ્યાય કરતા સાધકને જોઈએ ત્યારે લાગે છે. શું આ અમૃતને આસ્વાદ કરી રહ્યો છે ? અને જ્યારે શ્રી દશવૈકાલિકસૂત્રના અર્થ અને તેનું ચિંતન ચાલે છે, ત્યારે લાગે કે શું રત્નના ચાહકને રત્નની પ્રાપ્તિ થઈ રહી છે?
શ્રી દશવૈકાલિક સૂત્રના દશેય અધ્યયને અર્થની દૃષ્ટિએ સાગરથી પણ અધિક વિશાળ અને ગંભીર છે મુનિ જીવનને લગતા દરેક પ્રશ્નોને આ સૂત્રમાં આવરી લેવામાં આવ્યા છે અને સાથે સાથે સુકોમળ ભાષામાં આત્માને સમાધાન થાય તેમ દરેક પ્રશ્નને જવાબ આવરી લેવામાં આવ્યું છે.