________________
૪૮. સુરક્સ મગ્નેણુ ચરેજ ભિકખુ
મૂર્ખ હંમેશા પોતાને મન ફાવે તે રસ્તે જાય. બુદ્ધિમાન બધાને પૂછે, પછી પોતાને યોગ્ય લાગે તે રસ્તે જાય, પણ સાધુની જીવનચર્યાના નિયમ જ અલગ પ્રકારના. સમજી વિચારી શ્રદ્ધાથી જેના ચરણમાં સિર ઝુકાવ્યું, તેમાં પુન: વિચાર નહિ કરવાને.
મનક! આજીવન ગુનિશ્રામાં રહેવાનું...પ્રાણાન્ત કષ્ટ આવે, તો પણ ગુર્વાષાનાં પાલન કરવાનાં ગુર્વાશાનાં પાલનમાં કયારે પણ પીછે હઠ નહિ કરવાની. ગુરુએ યોગ્યતા વિચારી શાસનને લાભ જોઈ તને દૂર મોકલ્યો. ક્ષેત્ર બદલાતાં સંધ બદલાશે. ત્યાંનાં દ્રવ્ય–ત્ર–કાળ ભાવને આશ્રયીને અનેક પ્રશ્નો અને અનેક સમસ્યા તારી સામે ખડી થશે ગુરુથી શીળી છાયા યાદ આવતાં નયને નીરથી ભરાઈ જશે– મને મન પ્રાર્થના થઈ જશે : પ્રભો ! રક્ષા કરો આપના શિષ્યની. આવા સમયે નું કેવી રીતે નિર્ણય કરીશ.
ભાઈ! આ તો સર્વજ્ઞનું શાસન .અહીં તો તીર્થ કર બનવા માટેપણ કેદની મોનોપોલી ચાલે નહિ. તીર્થંકર પરમાત્મા પણ એમ જ કહે, અનંતા તીર્થકરોએ કહ્યું, તે હું કહું છું. : -
સર્વજ્ઞ શાસનના ગુરુ ભગવંતે કયારે પણ પોતાની ભાવનાઈચ્છા–સમજ વિચાર મુજબ બેલે નહિ–તત્ત્વ–પ્રરૂપે નહિ. વિવાદાત્મક પ્રશ્નમાં પોતાની બુદ્ધિથી નિર્ણય ના લે. ગુરુભગવંતો પણ કોઇ આચરણા સામાચારી કઇ વિધિ કહે, તે શાસ્ત્રના આધારે એટલા વિનમ્રભાવે કહે: મારી અલ્પબુદ્ધિમાં જ્ઞાની ભગવંતને અભિપ્રાય આ પ્રમાણે લાગે છે, તત્ત્વ તે કેવલીગમ. , ,