________________
૨૦૫
પ્રભુના ચારિત્રને પામ્યા. તારા પુણ્યની શું અનુમોદના કરવી ! તારો પવિત્ર નાદ વિશ્વમાં ગુંજીત બનશે. નિરૂવકકેસે પરિયાએ. મુનિજીવન કલેશ રહિત છે, નિશ્ચિત છે.
, મુનિ જીવનમાં ચિતત્તપ્રસન્નતારૂપ સમુદ્ર આનંદે લહેરાય છે. તું અણગાર બન્યો એટલે ઘરની ચિંતાથી મુકત બન્યો. હું બ્રહ્મચારી બન્યો એટલે વચની પંચાતથી બચ્યો. શાંતિપૂરક તારા હૈયાના શુભભાવ સમા શુભહસ્ત્ર તારા પરિધાન. તું જિતેન્દ્રિય અને પરિષહી ભિક્ષુ બન્યો એટલે આહાર અને સ્વાદ બંનેની સમસ્યા દૂર ભાગી. માધુકરીવૃત્તિ, તારાં અણમોલ વ્રત જીભના માટે નહિ, સયમની સાધના માટે આહાર ગ્રહણ કર્યા, રોગ અને સ્વાદ બંને દૂર ભાગ્યા. નું નિષ્પરિગ્રહી બન્યો એટલે સંપત્તિને તે તુચ્છ ગણી પ્રભુના શાસનની સાધુતા એટલી જ ઉત્તમ કે જ્યાં ધનની કોઈ જરૂર જ ના પડે, નું નિર્મમ બન્યો એટલે દેહની મમતા છોડી. જેને દેહનાં મમત્વ નહિ. ઈદ્રિયોનાં તેફાન નહિ, કોઈ ઈચ્છા નહિ, આશા નહિ તે તને સંતતિનો પ્રશ્ન જ કયાં?
તું નિરસંગ બન્યો. સમસ્ત સંસાર તને અસાર લાગ્યો. સંતતિની જેણે ઝંખના છોડી, તેને સ્નેહી સ્વજનના બંધન શાનાં લાગે. સ્નેહી, સ્વજન, ગ્રામ, નગર, દેશ, જાતિ, કુટુંબ બધાથી તું દૂર ગયો. હવે સ્નેહી સ્વજનનાં દુ:ખ તને શાનાં? મનક!
પ્રભુની સાધુતાએ તને સંપૂર્ણ નિશ્ચિત બનાવ્યો. ગુરુદેવ તથા સમુદાયના પ્રત્યેક સાધુ જ્ઞાની અને ચારિત્રી એટલે નિ:સ્વાથ અને પરોપકારી. જ્ઞાની, નિ:સ્વાર્થ અને પરોપકારી સાધુકુળમાં તારા સંસ્કાર, અભિવૃદ્ધિ પાયા. ગુરુદેવનાં જ્ઞાન મળ્યાં. તારા જીવનમાં સમતા. શાંતિ, પ્રસન્નતા, ઉદારતા ગુણે શોભવા લાગ્યા. કપાય મેહનીયને