SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ તો શું તેમને અરુચિ થાય તેવું પણ ન કરે. પ્રભુ શાસન ફરમાવે છે, સમજાવે છે કે તું નાના સાધુનું પણ અપમાન કરીશ, તિરસ્કાર કરીશ તે તે પરમેષ્ઠિ પદનું અપમાન કર્યું કહેવાશે. આચાર્ય, ઉપાધ્યાય, વ્યાખ્યાનકાર આ બધા કયાં કર્મના ઉદયથી થાય ? તને ખબર છે ? તીર્થકર નામ કર્મ જેવા પુણ્ય કર્મના આછા પાતળા ઉદયના સહારાથી વડીલના, શાસન પ્રભાવકના અપમાન કરીશ, તો તું તીર્થકર નામ-કર્મ સદશ જેવા પુણ્યકર્મના ધારક પુણ્યશાળી આત્માની આશાતનાનો ભાગી બનીશ. પૂ. હરિભદ્રસૂરિ મહારાજ તે દશવૈકાલિની ટીકામાં ફરમાવે છે : અવિહડ એને એક અર્થ “કોઈનો તિરસ્કાર નહિ કરવો” એ છે અને બીજો અર્થ એ છે “ગ્ય ઉચિત આદર આપવો.” જો તું ગ્યને ઉચિત આદર આપીશ તે તારી સાધુતા શોભશે. જે વ્યક્તિ જે સન્માનને યોગ્ય હોય તેનું તે રીતે સન્માન કરીશ તે જ સાચો સાધુ બની શકીશ. * . * *
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy