________________
૧૮ર
ઉપવાસ કરું, તેથી ગુણો સાથે વાસ થાય, દોષનો નાશ થાય. આ ભાવનાથી તપ કરું.
જિનશાસનમાં સાધુ તપસમાધિમાં અધિદિત બને. મારી તપસમાધિ એટલે મને તપ દારા મંગલની પ્રાપ્તિ થાય. તપ દારા આત્મિક સ્વારથ્યની પ્રાપ્તિ માટે હું તપમાં સ્થિર બનું છું.
મનક! મોક્ષે જવા શુકલધ્યાન નામનું સર્વશ્રેષ્ઠ તપ જોઈએ એટલે બાહ્યપ દારા અભ્યર તપ આરાધક બન. તારે તપધર્મ તારી નપસમાધિ બને.
ગુરુદેવઆધિ, વ્યાધિ અને ઉપાધિ છોડયા.. પણ મનમર્કટે સાધુજીવનમાં પણ એક નવી દુનિયા ઊભી કરી દીધી છે. આપના આશિર્વાદ સમ્યગ આધિ સુયોગ્ય વિચારમાં સ્થિર બનાવે.
જગતના કોઈ પણ ભૌતિક હેતુથી નહિ, પણ કર્મ નિર્જરાના પ્રધાન હેતુ દ્વારા તપના આરાધક બનીએ તેવી કૃપા કરો. અનુગ્રહ કરે. આપની મહેરબાનીએ અમારા મનોરથ પૂર્ણ થાય.