________________
૧૦
સાચે જ ગુરુપૂજા કરવાની ભાવના હોય, તે દશવૈકાલિક ઉપર કંઈક લખે. દશવૈકાલિક સૂત્ર ઉપર અનુક્ષપ્રેક્ષા એ જ સાચી ગુપૂજા છે
વાત સાચી, પણ મારી નબળાઈઓને તે હુ જ સમજું. પ્રારંભ, ભાવાવેશમાં જલ્દી થઈ જાય, પણ પૂર્ણાહુતિ દૂર !!! મામ્બલમમાં એક પ્રકરણ લખ્યું-“મહુગાર સમા બુદ્ધા” અમારા તારક પૂ. ગુર્દેવની સેવામાં મૂક્યું. પૂજ્ય ગુરુદેવ તે ગુણાનુરાગી અને વાત્સલ્યમૂર્તિ. એમણે તે પ્રેરણા પ્રોત્સાહન અને અંતરના શુભાશિષ વહાવ્યા...“બસ, તું લખ્યાં કર.”...
પુડલતીર્થ છેવટે પૂજ્યપાદ ગુરુદેવની આજ્ઞાથી મદ્રાસથી નવ માઈલ દૂર કુંડલતીર્થમાં વીસ દિવસ જાપ કરવાનું નકકી કર્યું. આ તીર્થનું અમને સૌને આકર્ષણ છે. શાંત અને પ્રશમરસવાહિની ચાર પ્રાતિહાર્યયુક્ત આદિનાથ પ્રભુની અલૌકિક મૂર્તિ છે. શંખેશ્વ પાર્શ્વનાથની શીતળ છાયા છે. શાસન રક્ષક માતા પદ્માવતીથી અધિષ્ઠિત તીર્થ ક્ષેત્ર છે.
પૂજ્યપાદ ગુરુદેવે ભક્તામર સ્તોત્રની આરાધનાનો પ્રારંભ આ તીર્થમાં જ વિ. સં. બે હજાર પચ્ચીસનાં પિષ સુ એકમના દિવસે કરેલ, જે અદ્યાપિ અખંડ નિયમિત ચાલે છે; અને હવે તે ગુસત્રતસમી આ આરાધના બની ગઈ છે.
તીર્થમાં પુન: ગમન અમારા પૂજ્ય મોટા મહારાજ સર્વોદયાશ્રીજી મ ના શુભાશિષથી હું સાબી કુલયશાશ્રી અને સારા પાર્ષયશાશ્રીને લઈને જાપ માટે ગઈ વીસ દિવસનાં જાપની શરૂઆત કરી. જાપ દરમ્યાન સમગ્ર વ્યવહાર, વાચન સ્થગિત રાખ્યું. છેવટે પુનઃ પ્રેરણું થઈ. દશ વૈકાલિકનું શું ? બસ, તે દિવસો દરમ્યાન રેજ બે, ત્રણે, તે