SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ તે ખુદને મળતાં સંયોગે કે વિયોગોમાં પણ હરખ–- ઘેલાકે બેબાકળા બનવાનું નથી, તે વિશ્વના ભાવો જોઈને શું થાય? કંઈ જ નહિ. - મન્યતે નત તત્ત્વ તિ મુનિ પૂ. ઉપાધ્યાય યશોવિજ્ય મહારાજે આ સૂત્ર દ્વારા સાધુ સ્વભાવનું મનહર વર્ણન કરી દીધું છે. જગત તત્વનું મનન ચિંતન કરે તે મુનિ . જગત્ તત્ત્વોને જોવા દોડ ભાગ કરે કૂદાકૂદ કરે – ઊંચે નીચો થઈ જાય તે મુનિ નહીં એક વિચારક કહે છે જે જોઈને સાચું માને તે પશુ જે વિચારીને સાચું માને તે મનુષ્ય. પશુ પાસે ફકત જોવાની શકિત છે – માનવ પાસે વિચારવાની શકિત છે – વિચાર જેવી અદ્ભુત શકિતના સ્વામિને આમ કુતૂહલ નાટક ખેલકૂદમાં સમય બગાડવો પાલવે ! પ્રભુના તત્ત્વ જ્ઞાન દ્વારા બધું સમજી ગયો છે–દેવ અને નારક નહિ, પણ ચૌદ રાજલોક મારી મનસુષ્ટિ સામે છે. છ દ્રવ્યના ગુણ અને અનંત અનંત પર્યાયો જાણ્યા છે. પ્રભુના શાસનમાં ચેતન વિજ્ઞાન અને જડવિજ્ઞાનમાં મને એવી રસવૃત્તિ પેદા થઈ છે. આ દુનિયામાં કંઇ જોવા જેવું લાગતું નથી. મનક ! અકુતૂહલી આરાધક બને છે. આરાધના દ્વારા સદા પૂજય બને. તને અકુતૂહલી બનવા દ્વારા પૂર્ણતાની કેવલજ્ઞાની બનવાના આશિષ આપું છું આત્મસ્વભાવના પ્રગટીકરણના આશિષ આપું છું. આ છે હિતો પૂ. શય્યભવસૂરિ મહારાજની હાર્દિક ભાવના. પ્રભ? મોહ અમને સતાવી જાય છે. કોઈવાર મારી પણ જાય છે – અને કઈવાર વિજયી પણ બની અમને કરાવી પણ જાય છે. આગમના અભ્યાસની અભુત જિજ્ઞાસા પેદા થાય તેવા આશિષ આશિષ આપે. નહિતર અમારી કુતૂહલવૃત્તિ શાંત થશે નહિ – મનકને વિજયી બનાવ્યા.અમને તેમના સદ્દભાગી બનાવો એજ વિનંતિ ૧૧
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy