SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ છોડ્યા. પણ હવે કીર્તિની આશા, નામની લાલસા તારા મનમાં ઉધમાત મચાવે છે. પ્રભુના શાસનમાં તપ, ત્યાગ અને ધ્યાન કરવાના. તે તદ્દન વાત સાચી છે.- બરાબર છે. શાસ્ત્રની આજ્ઞા મુજબ ચાલવાનુ તે વાત પણ બરાબર. ગુરુની નિશ્રા જોઈએ તે પણ બરાબર... પણ... જીંદગીભર નાના મોટા પ્રત્યેક કાર્યમાં ગુરુની મહેરબાની.. ગુરુની કૃપાનો જ વિચાર કર્યા કરવાનો? અમારી પણ ઉમર વધે છે તેમ અનુભવ પણ વધ્યો. હવે તો થોડી વિચારવાની શક્તિ આવે જીદગીભર કોઈ નિર્ણય ન કરીએ તો અમારી નિર્ણયશકિત પણ મુરઝાઈ જાય ને? ગુરુએ અમને શાસ્ત્રો ભણાવ્યા છે. કોઈ પ્રશ્ન–સમસ્યા આવશે તે જોઈ લઈશું. છતાં ય નહિ સમજાય તો ગુરુને પૂછી લઈશું. ગુરુ કંઇ ઓછા રીસાળ છે કે અમને સહાયક નહીં બને ! પણ જીદગીભર ગુરુકૃપા તરફ તાકળ્યા કરવું એ તે કેવી રીતે થાય? એમને યુગ અલગ.. અમારો યુગ અલગ એમની બુદ્ધિ અલગ. અમારી બુદ્ધિ અલગએમની સ્મૃતિ અલગ . અમારી સ્મૃતિ અલગ... એમની શિધ્યસંતતિ અલગ પ્રકારની... અમારી શિષ્યસંતતિ અલગ પ્રકારની એમના ભક્તો અલગ પ્રકારનાં અમારા ભક્તો અલગ પ્રકારના.. દરેક બાબતમાં અમે જો તેમનું અનુકરણ કરીએ તો અમે નામશેપ ન થઈ જઈએ? ગુરુજીનું પુણ્ય ક્યાં? અને અમારું પુણ્ય ક્યાં? અમે અમારા પુણ્ય મુજબ અમારું જીવન ગોઠવીએ...ગુરુની કૃપા જોઈએ.એ વાત સાચી પણ જીંદગીભર ગુરુકૃપા તરફ જ જેવું એ કેમ બને? '
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy