________________
૧૨૧
કહેવાય છે કોઈ બંગલાના એક લેખક હતા. જેને પાતાનાં પુસ્તકના સાહિત્ય અકાદમીના એવાર્ડ મળ્યા છે. એવાર્ડ કંઈક બાર વર્ષે મળ્યો. શહેરના અનેક વિદ્વાન તેનું સન્માન કરવા આવ્યા. ત્યારે ખબર મળ્યા. બાર વર્ષથી તે સાહિત્યકાર સૂનમૂન છે. અનંત આકાઅને તાકતાં એક જ જગ્યાએ બેસી રહે છે. કેવી ભયંકર છે ક્ષયાપશમની વિચિત્રતા...આજના જ્ઞાની આવતી કાલના દયાને પાત્ર,
ભાષા શાસ્ત્રના નિષ્ણાત, જ્ઞાનવિજ્ઞાનના પારગામી ચૌદપૂવી પણ જો તાતડાય. તેની પણ વાણી અવરુદ્ધ થાય શબ્દ વચન લિંગ કાળ વિભકિતના વિપર્યાસ થાય તે પણ ઉપહાસ ન કરાય, મશ્કરી
ન કરાય.
કોઈની ભૂલ કાઢવી તેમાં કરૂણાભાવ છે. પણ કોઈની ભૂલ ઉપર ઉપહાસ કરવા તે ક્રૂરભાવ છે. ભૂલ સુધારવામાં જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા. કોઇની ભૂલ ઉપર મજાક કરવામાં અજ્ઞાન અને મેહને
આવકાર.
પ્રભા ! અમે અજ્ઞાની, ઘણીવાર ઉપહાસ કર્યા. અમારી ભૂલ પર નહિ. બીજાની ભૂલ પર તેમાં પણ તોતડા બાબડા બહેરા મુંગાની ખૂબ મજાક કરી કોઈ વિદ્રાન કોઈ જ્ઞાનીના વ્યાખ્યાનમાં ભાષા ફ્રક થયે બસ પછી તે કેટલાયે દિવસ સુધી તેની પટ્ટી ઉતાર્યા કરી પણ આજે ઉપહાસ કરીએ છીએ. અમારા અજ્ઞાન પર રે પામર ' કોઈની મશ્કરી તા થઈ કે નહિ પણ તારા જ્ઞાન અને ચારિત્રના ઉપહાસ દારા તે સુર પરિહાસ કર્યા. મહાત્મા મનફના જેવા ઔદાસીન્ય ભાવ અમને પણ આપે. અમને પણ તારા .ઉદ્ધારા ગુરુદેવ ! અમે ઉપેક્ષા યોગ્ય નથી. આપની કરૂણાના પાત્ર બનાવે.
76