________________
: ૧૧૯
કાજો કાઢતાં મળેલું અવધિજ્ઞાન એક મશ્કરીના હાસ્ય દ્વારા દૂર ભાગી ગયું કારણ શું? જ્ઞાન ગંભીરતામાં રહે. જ્ઞાન દ્વારા આત્મા શક્તિના દર્શન કરવાના, જ્ઞાન દ્રારા કર્મના જુલ્મ જાણી તેને દર કરવાના, ઉપાય વિચારવાના, ભૌતિકવૃત્તિમાં હાર ખાતાને બચાવવાના, બચાવાય એવું ના હોય ત્યાં કરૂણા કે ઉપેક્ષા પણ મશ્કરી પૂર્વકનું હાસ્ય ક્યાંય નહિ.
મુનિ મશ્કરી પૂર્વક હસે એટલે જે મોહને ત્યાગ્યો છે તેને પુન સ્વીકાર મુનિ મશ્કરી પૂર્વક હસે એટલે સાધુવ્રતની વિરાધના. મુનિ મશ્કરી પૂર્વક હસે એટલે જ્ઞાનની આશાતના મુનિ મશ્કરી પૂર્વક હસે એટલે અજ્ઞાનની સમીપતા. મુનિ મશ્કરી પૂર્વક હસે એટલે જગતુતત્ત્વનું અપમાન.
હારય અને ઉપહાસમાં બહુ અંતર છે. વિનોદ અને પરિહાસમાં બહુ અંતર છે. હાસ્યમાં બીજાની અદભુત શક્તિનો સ્વીકાર છે. બીજાની શક્તિમાં આનંદની અનુભૂતિ છે. ઉપહાસમાં પારકાની નબળાઈને ધીમો તિરસ્કાર છે. બીજાની નબળાઈમાં ખુશી માનવાની ખરાબવૃત્તિ છે.
મહાભાગ ! ચારિત્ર ને મોહનીય કર્મના ઉદયે મળ્યું કે ક્ષયોપશમથી? યથાખ્યાત ચારિત્ર ક્યા કર્મના ક્ષયથી મળશે? જરા વિચાર– નું ઉપહાસ કરે કોને સન્માને છે ખબર છે? અજ્ઞાનને—હને? મોહ તારા જ્ઞાનને ભગાવી દેશે. જેમ પવન ઘનઘોર ઘટાને વિખેરી નાખે છે તેમ મોહ તારા જ્ઞાનને ક્ષણવારમાં વિખેરી નાંખશે
બોલ, તું જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપ રત્નત્રયનો સાધક કે વિરારક?
ભલા ! કોઇની નબળાઈ પર ઉપહાસ કરવો એટલે અનંત. શકિતના સ્વામી આત્મદેવનું અપમાન તારી ખુદની જાત પોથી પંડિત