________________
૧૦૮
કેટલીયે વાર માન ખાતર ઝઝુમ્યો--પાંચ પચ્ચીસ વર્ષ લોક જીભે મારી કથા ગવાણી–પણ તને ખબર નથી આ સંસારમાં ત્યાગ સિવાય પિતાની સાતમી પેઢીના પુરૂષને ભાગ્યે જ કોઈ જાણે છે એટલે લોકના દુનિયાના માન-સન્માન ખાતર મારે કે તારે ઝઝૂમવાનું નથી. હવે જીંદગીમાં જીવ સટોસટની બાજી ખેલવાની છે. બેટા બાજીમાં રંગ જમાવ છે.
ગુરુજી પિતાજી ! સમજાવો બાજીના અટપટા દાવ. આપની કૃપા–આપની છાયા–પછી મને ભય શાનો? મારે શાની ચિંતા?
ત્યારે સાંભળ બેટા !
અભિમન્યુના અઢાર કોઠા સહેલા છે, દ્રોણાચાર્ય કે ભીષ્મપિતામહના ચક્રટ્યૂહ જીતવો સહેલ છે...પણ આ એક અટપટો ચક્રચૂહ છે.
તારે તારું નામ યાદ રાખવાનું – તારા નામથી તને જે કર્તવ્ય કહે તે કરવાનું – હંમેશા યાદ રાખવાનું હિતશિક્ષાને ચાહક હું ‘શિષ્ય.પણ ખરી મજા તે ત્યાં છે –સંશી – વિચારક પ્રજ્ઞાવાન બની તારા અવાજને તારી જાતને ભૂલી જવાની–ગૌણ બનાવવાની.
શરીર તારૂં...વચન ગુરુનું. મન તારું પણ તારા મનમાં ગુરૂની અભિલાષા. ગુરૂના વચન ખાતર ઝઝૂમવાનું ગુરૂની આજ્ઞાને સફળ કરવાની
તહત્તિ, હાજી આપ કહો તે પ્રમાણે જ આવી ભાષા બોલવાની અને જીવનમાં મરણાંતકષ્ટ આવે તો પણ સફળ કરવાની–નહિતર આ સાધુની ભાષાને અભિનવ કરનાર નું નટ.તેથી અધિક કશું જ નહિ.
ગુરૂના – તારકના – ઉપકારીના – જ્ઞાનદાતાના – સૂત્રદાતાના અર્થદાતાના – જ્ઞાનમાં સહાયકના– શ્રદ્ધાની શુદ્ધિ કરનારના – સંયમને નિર્મળ કરનારને – પતનમાંથી ઉત્થાન તરફ લઈ જનારના –સમુદાયના હિતસ્વીના– જ્ઞાનાધિકના – વડીલના – ઉપાધ્યાયના –