________________
રીતે અનુપ્રેક્ષા માનસિક છે. જ્યારે આ આગમ અનુપ્રેક્ષાઓ બહુ જનહિતાય પત્ર પર ઉતારવામાં આવી છે. આર્યા વર્ગમાં ચાલી રહેલાં પુષ્ટ સ્વાધ્યાય પ્રયત્ન આ એક નમૂને છે. ,
આ સાધ્વીજી કેટલા બધાં ઊંડા ચિંતનવાળાં છે તે વાચક સ્વયં વિચારે. લખવાની શૈલી પણ અનોખી છે. ભાવનાના સ્ત્રોતથી ભરેલી વિવેચના લખનારા સાધ્વીજીએ ૧૧ વર્ષની ઉમરમાં જ દીક્ષા લીધી છે. દીક્ષા લઈને ખૂબ અભ્યાસ કર્યો છે અને અમારા પરમારાથ્યપાદ પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયલબ્ધિ સૂરીશ્વરજી મહારાજાની પરમ કૃપા પ્રાપ્ત કરી હતી. આવા આ સાધ્વીજી અનેક આગમ ગ્રંથનાં રહસ્યો...ભાવભરી અને સરળ રીતે હૃદયંગમ વિવેચને લખીને ખૂબ-ખૂબ શાસનની સેવા અને પ્રભાવના કરીને અમારા શાસન શોભાના ભાવેને સફલ કરનારા થાઓ તથા આવા અનેક સ્વાધ્યાય ગ્રંથો વધુને વધુ સ...સ્વના જીવનને શાસન સમર્પિત બનાવી સંયમ રસના આનંદમાં મસ્ત બનાવી તેમની પર વરસી રહેલા પૂજ્ય પરમ ગુરુદેવ આચાર્યદેવ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદેને સાર્થક કરે!
પ્રભુ પરમાત્માને આદેશેલ-ઉપદેશેલ ચતુર્વિધ સંઘ પોતપોતાની મર્યાદા વધારી શાસનને જયનાદ કરતે “જૈન જયતિ શાસનમ્ ને નાદ વિશ્વવ્યાપી બનાવે એ જ અભ્યર્થના....
આ વિક્રમરિ..
(કેઈમ્બતુર)