________________
૭૨.
જેનું મન પવિત્ર રહે છે તે નિયમિત રહી શકે. જે ખુદનું મૂલ્યાંકન કરી શકે તે નિયમિત રહી શકે. જે સમયનાં મૂલ્યો સમજે તે નિયમિત રહી શકે. જે જિનાજ્ઞાનું ગૌરવ સમજે તે નિયમિત રહી શકે. જે ગુર્વાષાને આધીન બને તે નિયમિત રહી શકે. જે ધમરાધનાનું હાર્દ સમજે તે નિયમિત રહી શકે.
'
મનક ! નું એટલે શાત... દાંત અને મહંત તું એટલે અદનો સેવક. તું પ્રત્યેક આરાધનાનો યોગ્ય સમયે પ્રારંભ કરે. તું પ્રત્યેક આરાધનાને યોગ્ય સમયે પૂર્ણ કરે. તું પ્રત્યેક આરાધના અયોગ્ય સમયને વજીને કરે. તારે ઊઠવાનો સમય નિયમિન. તારે સંથારવાને સમય નિયમિત. તારો પ્રતિક્રમણનો સમય પણ નિયમિત. અને પડિલેહણ પણ નિયમિત. ગૌચરી પણ ગૌચરીના સમયે જાય અને સમયસર પાછો ફરે.
ગૌચરી જેવી પણ ક્રિયા અકાળે કરે તો જિનશાસનની અપભ્રાજનાથી દેપિત થાય. દુલભ બોધિ થાય. સાધુ અકાલે ગોચરી જાય તે કેઇના મનમાં શંકા થાય કે સાધુ આ સમયે કેમ? અકાલે સાધુને ગૌચરીથી પાછા ફરતો જોઈને કોઈ વિચારે આ સાધુ કયાં રોકાયા હશે ? અકાલે ગૌચરી જાય તો ગૌચરી મળે નહિ. કોઈને દુર્ભાવ પેદા થાય છે અને પરિણામે પરને બોધિની દુર્લભનામાં નિમિત્ત બને.