________________
શતક ૧૪ મું : ઉદ્દેશક–૧૦
શ્રી ગૌતમસ્વામીજીના પૂછવાથી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે ગૌતમ! ભવસ્થ કેવળી ત્રણે ક્ષેત્રમાં રહેલા છદ્મસ્થ અનગારને વિશેષરૂપે જાણે છે અને સામાન્યરૂપે દેખે છે. સિદ્ધશિલામાં બિરાજમાન સિદ્ધાત્માઓ પણ છદ્મસ્થ અનગારને જુએ છે અને દેખે છે, તેવી રીતે પ્રતિ નિયત ક્ષેત્ર વિષયક અવધિજ્ઞાનીને પણ જાણે છે અને જુએ છે. કેવળજ્ઞાનના માલિકને તથા સિદ્ધાત્માઓને પણ જાણે છે. કેવળી પરમાત્મા વિના પૂછ અને પૂછવામાં આવે ત્યારે પણ સૌને જવાબ આપે છે, પણ સિદ્ધો બેલતા નથી, તેમ જવાબ આપતા નથી, કારણ કે કેવળીને શરીર હોવાથી તેઓ ઉત્થાન વ્યાપાર બળ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમી હોય છે જ્યારે સિદ્ધાળ રેહો ..” આ સૂત્રથી તેમને શરીર ન હોવાથી ઉત્થાનાદિ રહિત છે, માટે બેલતા નથી. કેવળીને નામકર્મ શેષ હોવાથી તેઓ પોતાની આખોને ઉઘાડે છે, બંધ કરે છે, તેવી રીતે રત્નપ્રભા નરકભૂમિને આ “રત્નપ્રભા છે એમ જાણે છે કે દેખે છે. સિદ્ધ ભગવતે પણ પિતાના જ્ઞાનથી રત્નપ્રભાને તેમ ઈષપ્રાગભારા પૃથ્વીને પણ જાણે દેખે છે. પરમાણુ પુદ્ગલથી દ્વિપ્રદેશાદિક સ્કને પણ જાણે દેખે છે, તેમ સિદ્ધાત્માએ પણ જાણે દેખે છે.
આ પ્રમાણે ભગવાનની વાણું સાંભળીને પ્રસન્ન થયેલા ગૌતમસ્વામીએ કેવળજ્ઞાનની ભૂરિભૂરિ પ્રશંસા કરી છે.
રાતક ૧૪ નો ઉદ્દેશો દસમે પૂણ. .