________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-૯
૨૯૧ ચૈતન્ય વિનાનું હોવાથી સામે આવતે પુલ તુટી ગયેલ હોય કે પાટા ઉખડી ગયેલા હોય તે પણ તેની ખબર એન્જિનને પડતી નથી, તેથી પિતાના હાનિ-લાભને પણ જાણી શકતો નથી, જ્યારે જીવાત્મા પિતાના હાનિ લાભનો નિર્ણય કરી શકતો હોવાનાં કારણે અરૂપી જીવ પોતાનાં કાર્યને લઈને પ્રત્યક્ષ જ છે, માટે ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે છદ્મસ્થ પિતાને તથા શરીરને પણ જાણે છે. પ્રકાશમાન પુદગલે કેટલા?
વર્ણાદિથી યુક્ત તથા કર્મલેશ્યાવાળા પુદગલ સ્કંધ જે પ્રકાશિત છે તેમની સંખ્યા કેટલી?
જવાબમાં પ્રભુજીએ કહ્યું કે, સૂર્ય અને ચંદ્રના વિમાનોમાંથી નીકળતી તેજલેશ્યાઓ પ્રકાશિત હોય છે, અને તે પ્રકાશથી બીજા પુગલસ્ક પણ પ્રકાશિત થાય છે યદ્યપિ સૂર્ય ચંદ્રના વિમાનમાં રહેલા પુદ્ગલે પૃથ્વી કાયિક હોવાથી સચેતન છે માટે સકમલેશ્યાવાળા હોઈ શકે છે, જ્યારે પ્રકાશના પગલે કર્મલેશ્યાવાળા નથી, છતાં પણ તેઓ તેમાંથી નીકળે છે માટે કાર્યમાં કારણની અપેક્ષાએ કર્મલેશ્યાવાળા માનવામાં વાંધો નથી. નારકાદિને પુદગલો આમ કે અનામ હોય ?
આમ (દુખેથી રક્ષા કરવાવાળા અને સુખ દેનારા) અનામ (દુ ત્પાદક) જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! નરકગતિમાં ઉત્પન્ન થનારા જીવ માત્રને તત્રસ્થ પુગલે અનામ અર્થાત્ દુખપ્રદ જ હોય છે, જ્યારે અસુરકુમાર યાવત્ નિતકુમાર દેવના પુલે આમ અર્થાત્ સુખપ્રદ હોય છે