________________
૨૭૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
રીતે ઢિપ્રદેશિક સ્કંધ બીજા દ્વિપ્રદેશિક સ્કંધ સાથે તુલ્યતા રાખે છે પણ ઢિપ્રદેશિકને છોડીને બીજા સાથે તુલ્યતા નથી. દશ પ્રદેશિક સ્કંધ બીજા દશપ્રદેશિક સાથે તુલ્ય છે, પણ તેનાંથી ઓછા વતા સાથે તુલ્ય નથી. આ પ્રમાણે યાવત્ અનત પ્રદેશિક સ્ક ધ માટે પણ ઉપર પ્રમાણે ઘટાવી લેવું.
(૨) ક્ષેત્ર તુલ્યતા -આકાશના એક પ્રદેશમાં જે પુદ્ગલ રહેલો છે તે એક પ્રદેશમાં રહેલા બીજા પુગલની સાથે ક્ષેત્રની અપેક્ષાએ તુલ્યતા ધરાવે છે. આકાશના બે પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ બીજા બે પ્રદેશમાં અવંગાઢ પુગલની સાથે તુલ્યતા ધરાવે છે. તેનાથી વ્યતિરિક્ત બીજા ક્ષેત્રમાં રહેલા પુદ્ગલની તુલ્યતા નથી
(૩) કાળની અપેક્ષાએ તુલ્યતા –કાળના એક સમયમાં રહેવાવાળે પુદ્ગલ બીજા એક કાળના સમયવાળા ગુગલ સાથે તુલ્ય છે, એ સમયની સ્થિતિવાળો પુગલ બીજા બે સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે તુલ્યતા રાખે છે, પણ તેનાથી વ્યતિરિક્ત સમયવાળા પુગલ સાથે સમાનતા નથી.
(૪) ભવ તુલ્યતા -નારાજીવ પિતાના નરકગતિના જીવ સાથે સ બંધ રાખનારા બીજા નારક જીવ સાથે તુલ્ય છે, પણ બીજી ગતિવાળા જીવ સાથે ભવની અપેક્ષાએ તુલ્ય નથી. આ રીતે મનુષ્યભવને જીવાત્મા મનુષ્યગતિથી “વ્યતિરિક્ત બીજી ગતિના જીવો સાથે તુલ્ય નથી.
(૫) ભાવ તુલ્યતા -એક ગુણ કૃષ્ણ ગુણવાળે પગલા બીજા એક ગુણવાળા કૃષ્ણ દ્રવ્યથી વ્યતિરિક્ત પુગલ સાથે તુલ્ય નથી. આ પ્રમાણે આગળ પણ સમજવું અને નીલ,