________________
૧૯૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ અસંખ્યાત અવગાઢ હોય છે. જ્યાં એક હોય છે ત્યાં નિયમા અસંખ્ય હોય છે. આ પ્રમાણે સૂક્ષ્મ અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક જીવ પણ અસંખ્યાત હોય છે જ્યારે વનસ્પતિકાયિક જીવે અનંત અવગાઢ હોય છે. આજ પ્રમાણે જ્યાં અપકાયિક અવગાઢ હોય છે ત્યાં પણ ઉપરની જેમ સમજવું અને જ્યાં એક વનસ્પતિ જીવ અવગાઢ હોય છે ત્યાં બીજા અનંત જીવે પણ સમજવા. અસ્તિકાય પ્રદેશ :
હે પ્રભે! ધમસ્તિકાય, અધર્માસ્તિકાય કે આકાશાસ્તિકાના જે અસંખ્યાત પ્રદેશે કહ્યા છે તેમાં પુરુષે બેસવાને, ઉઠવાને, પડખું બદલવાને કે સૂવાને માટે સમર્થ હોઈ શકે છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે, “ગૌતમ! તે પ્રદેશ ઉપર કઈ પણ પુરુષ બેસી, ઊઠી કે સૂઈ શકે નહિ. જેમકે એક રૂમમાં એક, બે, જો કે હજારો દીવડાઓ જગમગી રહ્યા છે તે હે ગૌતમ ! તે પ્રકાશ ઉપર જેમ કેઈ સૂઈ શકતા નથી, બેસી શક્તા નથી, તેવી રીતે ધર્માસ્તિકાયાદિના પ્રદેશોમાં પણ બેસી શકાતું નથી, યાવત્ સૂઈ શકાતું નથી કેમકે દ્રવ્ય અને પ્રદેશ અમૂર્ત છે. માટે અમૂર્ત ઉપર મૂર્ત પુરુષ યાવત્ સૂઈ શકતા નથી પરંતુ અનન્સ જીવે અવગાઢ રહી શકે છે. બહુ સમ દ્વાર વક્તવ્યતા :
લેક કયા સ્થાને સમભાગવાળ છે? એટલે કે હાનિવૃદ્ધિ વિનાને છે? સંકીર્ણ છે?
જવાબમાં ભગવતે કહ્યું કે, “રત્નપ્રભાના ઉપરના