________________
:
,
-
,
બાર -
ગુરુ વંદના
–બ્રહ્મચર્ય ધર્મની સાધનાથી જેમના મન, વચન અને
શરીર પ્રબળ પુરૂષાર્થમય હતાં. –આગમજ્ઞાન દ્વારા જેઓ પ્રવૃત્તિશીલ હોવા છતાં પણ પિતાના આત્મામાં સુવ્યવસ્થિત હતાં. - - - –સ્વાર્થ ત્યાગપૂર્વક જેએ પરાર્થવ્યસની હતાં. - –જેમની વાણીમાં મીઠાસ, આંખમાં ઓજ, કપાળમાં ચમક, હૃદયમાં દયા, હોઠ પર સરસ્વતી અને હાથમાં લહમીદેવીને વાસ સદૈવ હતો. –જેમને જીવનમાં અહિંસાનો પ્રચાર, સંયમનું સ્થાપન અને તપનું આરાધન મુખ્ય હતું.
પરમ પૂજ્ય ગુરુદેવ ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજને
મારી ભાવભરી વંદના હો
લી સેવક પૂર્ણાન વિજય