________________
પર ]
સ્વાધ્યાય એ સાધુની માતા છે. અને કર્મ મારી મશ્કરી કરતાં થઈ જાય. “તારે મેક્ષે જવું હતું ને ? કેમ કથા માગે ? છેવટે, તું મુંઝાઈ જઈશ. અને કહીશ મારી કલ્પના હતી, સંકલ્પ નહિ. સંકલ્પને સિદ્ધ કરનારે તું સિદ્ધ સાધક નિરાશ બની માથે હાથ દઈ બેસી જઈશ. મારે તને નિરાશાથી ઘેર નથી. મારે તે તારી સજ ન શક્તિનું પ્રગટીકરણ કરવું છે. મારા, તારી સામે થોડા પ્રશ્નો છે. પ્રશ્નોના જવાબ આપ.
શું તું શિવેચ્છું ? તું સંસાર સમુદ્રને તરવાની ઝખનાવાશે ?
તું યતિ ? તું સંયમી ? તું યેગી ? “મહાત્મા”!
તમને શુ શંકા લાગે છે ? મારા કેશ વંચિત છે. મારા હાથમાં પ્રભુને ધર્મદેવજ અને મુખત્રિકા છે. મુખમાં ધર્મલાભ છે.
સાધકે ! | મારા પ્રશ્નો તારી પ્રવૃત્તિ માટે નથી. મારા પ્રશ્નો વૃત્તિનું સંશોધન કરનાર છે. અને તારા જવાબ પ્રવૃત્તિનું નિવેદન કરનાર છે. કંઈ નહિ, હું જ વ્યાખ્યા કરું..સાંભળ... શિવેચ્છ” !
મેક્ષ સુખની ચાહના કરનાર, આત્મિક સુખને અભિલાયુક, પૌગલિક જીવનથી પરા મુખ આત્માનું તન સંસારમાં પણ મન મેક્ષમાં
સંસાર સમુદ્રને તરવાની ઇચ્છાવાળે ! એટલે સંસારના દુઃખથી જ કંટાળેલ નહિ. સંસારના સુખને સારે માનનાર નહિ પણ રાગદ્વેષના ભયંકર સમુદ્રને પાર થવાની ઝંખનાવાળે...