________________
૨૬ ] માંગણું જ્ઞાનની નહિ પણ જ્ઞાનીની પ્રસન્નતાની કરે.
પ્રગટ થાય છે. આવી વ્યક્તિ પ્રાયઃ અધ્યાત્મી હોતી નથી પણ પોતાને સર્વશ્રેષ્ઠ મનાવવાના સ્વભાવવાળી હેય છે.
વત્સ...!
યોગ્ય આત્મા પિતાના મુખથી ક્યારેય પિતાની યોગ્યતા જાહેર કરવાનું પસંદ કરતા નથી. તેઓના કર્તવ્ય જ તેમની ચગ્યતાની પ્રશસ્તિ કરી લે છે. તેમ કેઈની પણ અગ્યતા એ જાહેર કરવાની હકીકત નથી. અગ્યતા પિતાની રીતે જ સિદ્ધ થઈ જાય છે. ઉદ્યાન અને ગટર ને સ્વય પોતાની વિશિષ્ટતાથી સિદ્ધ થઈ જાય છે. ઉદ્યાન અને ગટરની ઓળખાણ આપવી પડે છે અને સૂકાઈ ગયેલ હેય તે જ. ઉદ્યાન અને ગટરની કિતિ દૂર-દૂર ફેલાવવા પેલો પવન સદા તૈયાર જ છે. તેમ આધ્યાત્મિક વ્યક્તિ અને ભૌતિક વ્યક્તિ તેની જીવનચર્યાથી ઓળખાઈ જાય છે. એકાંતમાં બેસવાથી મા ભારેખમ રાખવાથી. ટીલા ટપકાં કરવાથી મેલાંઘેલાં કપડાં પહેરવાથી, દષ્ટિ નમાવી દેવાથી કંઈ આધ્યાત્મિકતા આવી જતી નથી, પણ ઢગ તે આવી જાય છે. અધ્યાત્મ કોને કહેવાય ? અધ્યાત્મી કેને કહેવાય? તેની ખૂબ મનનીય ગહન વ્યાખ્યા આચારાંગ સૂત્રમાં પ્રભુ ફરમાવે છે.
જે અત્યં જાણઈ સે બહિયા જાણુ-જે અહિયા જાણઈ સે અજwત્ય જાણુઈ.”
જે અધ્યાત્મને જાણે છે તે જગતને જાણે છે, જે જગતને જાણે છે તે અધ્યાત્મને જાણે છે,
ગુરુદેવ !
આ તે વળી તષ નવી વાત અધ્યાત્મી જગતને જાણે કે ભૂલે? જે જગતને જાણે તે અધ્યાત્મી હોઈ શકે? ગુરુજી ! મને બુધુ માની ઉલટું તે સમજાવતાં નથી ને?