________________
૨૪ : કેઈના શબ્દોથી હસે અને કોઈના શબ્દોથી રડે તે મૂખ
ઘન ના કરી શકે તેમ વિષયે પણ ગુરુરેખાનું ઉલ્લંઘન કરી શકતા નથી. આપના ચરણમાં પંચ મહાવ્રત સમાન એક વ્રત સ્વીકારું છું. કયારેય હું ગુરેખાની બહાર નહિ જાઉં, ગુરુરેખા નહિ ઉલ્લંઘન કરું, મારું આ વ્રત પાલન થશે તે વિષયે કયારે પણ મને બાંધી નહિ શકે.
ગુરુદેવ ! -અંતરના આશિષે આજે શિષ્યને નવાજે, આપના અતર વૈભવને વારસદાર બનાવે, આપ વિષયના જગમાં વિજયી બન્યા, આપ મને વિજયી બનાવશે એજ શ્રદ્ધાએ સંચમ સ્વીકાર્યું છે. બસ, મારી શ્રદ્ધાનું રક્ષણ કરવા કૃપા કરો.
એજ યુનઃ પુનઃ પ્રાથના