________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
[ ૧૫
એને કેદી બનાવતા અને છેવટે અંતઃપુર એજ તેમના કબ્રસ્તાન બન્યા. આ તે પ્રેમી કે ખૂની?
વિશ્વને સનાતન કાયદો છે સંયમ વગરને પ્રેમ–પ્રેમપાત્રને નાશ-વિનાશ કર્યા વિના રહે નહીં!!
સમસ્ત વિશ્વના ઈતિહાસના પાનાં ઉથલાવી દે, જ્યાં ચુદ્ધો થયાં, લૂંટફાટ થઈ તેના મૂળ તપાસે, કારણ એક જ મળશે. સત્તાની ભૂખ, સામ્રાજ્યની ભૂખ, રૂપની ભૂખ, પ્રત્યેક બહારવટિયા, લૂંટારા, ડાકુ, ખૂનખાર ખૂનીઓને ઈતિહાસ વાંચે. કેઈપણ ખૂની કે બહારવટીઓ બાળપણમાં ખૂની ન હતે, બહારવટીયે ન હતા, ગુંડો ન હતો પણ સમય જતાં તેના હૈયામાં ઝખના જાગી, મેળવવા પ્રયત્ન કર્યો, ઈચ્છિત વ્યક્તિ ના મળી, ઇચ્છિત પદાર્થ ના મળ્યો, ઈચ્છિત રૂપ ના મળ્યું. દુઃખી દુઃખી થઈ ગયે. અને સૃષ્ટિમાં કેઈને સુખી ન સાંખી શકો. સહુને દુઃખી કરવાની જાણે પ્રતિજ્ઞા કરી. આત્મામાં મેહને શેતાન જાગી ઊઠો. મેહના શેતાને પ્રથમ કામ કર્યું માનવને વિવેક દિીપક નષ્ટ કરવાનું, પછી ચાલી તેની ભયંકર કારમી લીલા. ડાકુને–ગુડાને પૂછ–“તમારા હૈયામાં કરુણ જન્મતી નથી?” “કરુણું પેદા થતી નથી? ગુંડો કહેશે, “અરે તમે શું વાત કરે છે? અમારા હૈયામાં પણ કયારેક કરુણું જન્મે છે તેથી જ અમે સારા વાતાવરણથી દૂર ભાગી જઈએ છીએ. અમારાં હદય ઘવાયેલાં હોય છે એટલે સતેની ઉપદેશવાણુને ચેપ અમને જલદી લાગી જવાને એટલે અમને તેની બીક લાગે છે, સસાહિત્યને ડર લાગે છે, સજજનને ભય લાગે છે, એટલે અમે તે બધાથી દૂર ભાગીએ છીએ.