________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનીકા
[૨૩
વ્યક્તિમાં રહેલી શક્તિને ઉર્વગામી બનાવવાનું. તેથી જ હું ભક્તના ટોળામાં ના અટવાઈ જાઉં પણ ભક્તિની ભાગીરથીમાં હું સ્નાન કરું...અને સૌને સ્નાન કરાવું, માતાની પાસે જેમ બાળક જદ જદુ ભેજન માગે–માતા વિચારે
બાળકની માંગણ અનેક–મારે તેની આહારની માંગણું સંતોષવાની પણ બાળકના આરોગ્ય ન જોખમાય તેની કાળજી રાખવાની–પૂરી કેમ ખાધી ? અને રોટલી કેમ ન ખાધી ? તેની માથાકૂટમાં નહિ જવાનું બાળક માંગે તે આપવાનું પણું આરોગ્યતા સંરક્ષણ સાથે.”
તેમ ગુરુવર પણ વિચાર કરે–ભવયાત્રિકને માટે દ્વીપ સમાન-શરણાગત વત્સલ મારે ધમ સૌને સ્નેહ આપવાને–પ્રેમ આપવાને–આશ્વાસન આપવાનું પણ ભવ સમુદ્રમાં ડુબી ન જાય તેને ખ્યાલ રાખવાનેરાગશ્રેષરૂપ ભવોગ મારા શિષ્યને લાગુ ન પડી જાય તેની સાવધાની મારે રાખવાની. મારા શિષ્યનું વૈરાગ્યનું આરોગ્ય ન જોખમાય તેની માટે સતત કાળજી લેવાની. તને વાર્તા ગમે છે–કથા ગમે છે તે ચલ તને સંભળાવું “પરમાત્માને કથાનુગ.”
આ કથાનુગ પણ બે વિભાગમાં વહેંચાયેલ છે. ચરિતકથા અને ઉપચરિત કથા. તને ગમે તે સંભળાવું, પણ મારે જોવાનું એટલું જ કે તે સાંભળીને તારે મેહને વર ઘટે છે કે નહી ? | મારો શિષ્ય તત્વજ્ઞાનને શોખીન છે. તે પ્રથમ સમજાવું પરમાત્માને દ્રવ્યાનુયોગ. સ્વસિદ્ધાંત પારગામી બનાવું. બાદમાં વિશ્વના સમસ્ત દર્શનશાસ્ત્રને પારંગત બનાવવાનો છે. પણ મારે ખ્યાલ એટલે જ રાખવાનો કે અશ્રદ્ધારૂપ પિશાચ તેને વળગતી નથી ને?