________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
[ ૨૭૯
જેમ આવે તેમ બોલું છું. આપ સમજાવે..આપને શિષ્ય છું....આપના ઉપદેશે. સંસાર છે તે નામ નહિ છોડું?
ગુરૂદેવ ! આવતી કાલથી મને કઈ મારા નામથી બેલાવે તે જવાબ ન આપું ?મને સમજાવે. આપ નહિ સમજાવે તે મને કેણ સમજાવશે...આપ જ મારા અવળચંડા સ્વભાવને જાણે છે. આપ જ મારા ઉદ્ધારક બની શકશો. ગમે તે છું છતાંય આપના ચરણને હનુમાન છું. શ્રી ગૌતમસ્વામી જેવા વિનયમૂતિ હોય તેજ બની શકે. હું ના બની શકું ગમે તેટલા ઉધામા કરીશ અહીં ત્યાં કૂદીશ પણ, મારા મનને આપના સિવાય કયાંય શાંતિ મળતી નથી. આપને હું હનુમાન છું...મારે પશુભાવ દૂર કરે મારા ભક્તિ ભાવના વિકાસ કરે.. ! - વત્સ! તું અકળાય છે પણ હું તે તારાથી કયારે પણ અકળાતું નથી. તારી વાત સાંભળતા તને કઈ ઉદ્ધત-આખે બેલે કહેશે પણ હું તારા શબ્દોને વિચારતો નથી. તારા શબ્દ પાછળ પણ એક આત્મીયતાને મીઠે ટહુકાર છે. તું પણ કંઈક આરાધના–સાધના કરવા આતુર છે. પણ તારશે પિતાના તર્ક-વિતર્કમાં તું મુંઝાઈ જાય છે તેથી તેને કઈ દિશા સૂઝતી નથી અને મુગ્ધ હરણયાની જેમ આમ તેમ ફરે છે. અને જેમ આવે તેમ બોલે છે. પણ, તારા અંતરની શુદ્ધ ભાવના મને સ્પર્શે છે. - વત્સ ! તારે પ્રશ્ન છે-દિક્ષા વખતે મેં નામ રાખ્યું. એટલે તું અનામી ના બળે અને નામની ઝંઝટમાં ફસાયે. બરાબર, પણ મારા પ્રભુના શાસનમાં જ્ઞાન પ્રાપ્ત કરવાના મુખ્ય ચાર પ્રકાર બતાવ્યા. ચાર નિક્ષેપ દર્શાવ્યા. નામ રાપના ચમાવેતસ્તન્યાસઃ ફરમાવ્યા. પ્રત્યેક પદાર્થનું જ્ઞાન ચાર નિક્ષેપથી ફરમાવ્યું છે.