________________
શ્રી ચાચારાંગ સૂત્ર ચિંતિનિકા
૨૫૯
કેટલીકવાર આપણે પણ આપણું મનની કુટિલ ગતિ સમજતાં નથી. સત્ય સમજવા જઈએ છીએ પણ સત્યને કાટકૂટ કરી આપણું મગજમાં જે કદાગ્રહની ફ્રેમ છે. તેમાં ફીટ કરવા જઈએ છીએ. અંતે સત્યનો વિનાશ થઈ જાય છે અને આપણું પાસે પુનઃ મિથ્યાને આવિર્ભાવ થાય છે.
શ્રી આચારાંગસૂત્રની હિતશિક્ષા ખૂબ મર્મભરી છે. પહેલાં તે સમ્મત નહિ થાય. તારા મનમાં કંઈક ગુંચ છે. ગુંચ ઉકલે એવી છે પણ તને ડર લાગે છે. ગુંચ ઉકેલાય તે હું કે દેખાઈ જાઉં?
તેથી જ શાસ્ત્ર કહે છે–ઉપદેશને અનુસાર જીવન સરળ આત્માનું હોય. કપટી આત્માનું ન હોય.
તે સાધુતા સરળતા વગરની હોય? સાધુતા ટકે જ સરળતાથી. સરળતા વગર સાધુતા રીસાઈને દૂર દૂર ચાલી જાય. સરળતામાં અનંત સિદ્ધોની સાક્ષીનો સહજ સ્વીકાર છે. વકતામાં–છૂપાવવામાં પરમાત્માનો અ૫લાપ છે. પરમાત્માના જ્ઞાનને અપલાપ છે.
સરળ આત્મા માને છે–જગતના જીવાથી શુ છૂપાવવું? અને શું પ્રગટ કરવું? અનંત જ્ઞાનીની દ્રષ્ટિમાં તે મેં શું કર્યું હતું? શું કરી રહ્યો છું અને શું કરીશ? તે બધું જ છે. હવે રહી આ દુનિયાના લેકેની વાત. બધાથી હું શુ છુપાવું છું? મારા સદગુણ કે દુર્ગણ? મારું સક્તવ્યમારી સારી વાત તે હું મારા મુખે બધાને કર્યું અને સૌથી માન મેળવું અને જ્યાં દુર્ગણની વાત આવી ત્યાં છૂપાવું? એટલે સૌને છેતરવાના? બનાવવાના? આપણુમાં ન હોય તેનાથી બીજાને જ દેખાડવાનું? શું તું દુનિયાને ભેઠ સમજે છે સત્ય અને અસત્ય શબદથી જ સાબિત થાય છે. જ્યાં તારે સાબિત કરવું પડે છે બલવું પડે છે–જાહેર કરવું પડે છે