________________
[ ૨૫૭
શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા
હું મારા ગુરુદેવને કરતે. પણ એ વાત્સલ્યમૂતિ ગુરૂદેવે મારા મસ્તક પર તેમનો પવિત્ર હસ્ત ફેરવી મને કેટલું શાંતિથી સમજાવતાં એ પવિત્ર દેશ્ય યાદ આવે છે ને થાય છે મારા ગુરુદેવના તે દિવ્યપંથને હું અનુગામી ન બનું એ કેમ બને ?
ચલ, હવે તારા પ્રશ્નનો જવાબ “ઉઠિયર્સ” એટલે ઉસ્થિતસ્થ. ઉઠેલ–જાગેલ સમ્યગ્ર ઉત્થાન કરેલ. પ્રભુ શાશનમાં સમ્યગ ઉત્થાન એટલે શ્રદ્ધામાં સ્થિર થયેલ. શંકા-કાંક્ષાવિચિકિત્સા વિગેરે દેષથી રહિત જેની શુદ્ધ શ્રદ્ધા છે તે શુદ્ધ શ્રદ્ધાવાન. હવે આખાય પદને સંપૂર્ણ અર્થ સમજી લે. શુદ્ધ શ્રદ્ધાળુ ગુરુકુળમાં રહેલ આત્માની પદવી.
આત્માની ગતિ ભવ્ય અને દિવ્ય હોય છે. તેનું તે નિરીક્ષણ કર. શાસ્ત્ર તે સૂચન કરે. પણ શાસ્ત્રનું સૂચન એ જ ભવ્યાત્માને હિતશિક્ષા બને છે.
તારા જેવા સુગ્યને વધુ શું કહું ?
મારી તે તારા પ્રત્યે એવી ભાવના છે. મને તે એટલા શુભ મનોરથ થાય છે કે મારા શિષ્યની યશગાથા મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજિત સીમંધર પ્રભુ કયારે ગાશે ?
સીમપર પ્રભુની પ્રશંસા એગ્ય અન એ જ મારા તને અતરના શુભાશિષ છે.
ગરદેવ ! આપના મારથ સાંભળતાં મારી આંખો અશ્રુના સમુદ્રથી છલકાઈ જાય છે.
મારે અવશ્ય મહાપુરૂષની પ્રશંસાને યોગ્ય બનવું છે પણ તે માટે તે પ્રથમ મારે મારા વડીલના આશિષ ચાગ્ય બનવાનું છે.
આપ તે મારા સદા મનોરથ પૂર્ણ કરે છે... . એક વધુ મનોરથ કરે. આ૫ દાંતા છે .. હું દાનને ચગ્ય પાત્ર છું બસ...
ભિક્ષા દેહિ ભિક્ષાં દેહિ.” ૧૭