________________
૨૨૮]
જ્ઞાનમાં મસ્તી રાખવી તેજ આત્માને સ્વભાવ છે.
નહિમને કયાંય વાગી ન જાય, ઈજા ન થાય તે માટે ધ્યાન રાખીને ચાલવું તે જયવિહારી નહિ. એક જ સ્થળે શરીર રહેલ હોય પણ આત્મા ગુણસ્થાનકની પ્રાપ્તિમાં આગળ વધતે હેય તે “જય વિહારી...ઉગ્ર વિહારી.”
જઘાબળ ક્ષીણ થયું હોય, ચાલી ન શકતા હોય તેવા મહાત્માને વર્ષો સુધી એક સ્થળે નિવાસ કરે પડે પણ જે આત્મા રાગ-દ્વેષના બંધનથી મુક્ત રહે તે “જયવિહારી”
મારા સુશિષ્ય ! તું પણ કર્મમુક્ત થવા દ્વારા “જય વિહારી થા, એ જ અતરના શુભાશિષ.
ગુરુદેવ ! મારી પરિસ્થિતિ હું જ જાણું. સાચું કહું છું પહેલા હું નિવાસી બનું, પછી પ્રવાસી બનું. પહેલાં હું સ્થિર બનું, પછી વિહાર કરું.
ગુરુ ચરણને નિવાસી બનું. પછી મુકિતમાર્ગને પ્રવાસી બનું આત્મસ્વભાવમાં સ્થિર બનું. પછી મોક્ષમાર્ગ તરફ વિહરણ કરું
આપની કૃપા મને જવિહારી બનાવે છે, હું જય વિહારી બનીશ તે પણ ઉલ્લેષણ તે આપના વિજયની કરીશ. .
મારે વિહાર યાત્રા અને એ જ પુનઃ પુનઃ પ્રાર્થના કરી વિરમું છું.